મુંબઈમાં રસ્તાઓ તથા ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરનારા બાંગ્લાદેશી ફેરિયાઓ સામે આકરા પગલા લેવાની ચેતવણી મુંબઈના નવા ચૂંટાયેલા મેયર રિતુ તાવડેએ આપી હતી.
રિતુ તાવડેએ મૅયર પદ સ્વીકાર્યા બાદ જણાવ્યું તું કે ‘વિકસિત મુંબઈ, સુરક્ષિત મુંબઈ’ના વચન સાથે મુંબઈનો વિકાસ કરશું, જેમાં મુંબઈગરાની પાણી, રસ્તા, શૌચાલયથી લઈને અનેક સમસ્યાઓ પર ધ્યાન આપવાની સાથે જ મુખ્યત્વે મુંબઈમાં ઠેકેઠેકાણે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા ઘૂસણખોરી કરી ગયા છે, તેમને દૂર કરવાની પ્રાથમિકતા રહેશે.
રસ્તા પર તથા ફૂટપાથ પર આ લોકોએ અતિક્રમણ કરી મુક્યા છે. તેઓ સમગ્ર મુંબઈના રસ્તા અને ફૂટપાથ પર ફેરિયાઓના રૂપે અતિક્રમણ કરનારા બાંગ્લાદેશીઓને બહાર કાઢી મૂકવામાં આવે તેના પર ધ્યાન આપશે.

વધુમાં મેયર કહ્યું હતું કે ઈશાન મુંબઈમાં ખાસ કરીને માનખુર્દ, ગોંવડી અને ચેમ્બુરમાં બાંગ્લાદેશીઓનું પ્રમાણ વધુ જણાયું છે. તેઓે ગેરકાયદેસર રીતે મુંબઈમાં ફૂટપાથ પર અતિક્રમણ કરીને વ્યવસાય કરતા હોવાનું જણાયું છે.
આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવશે. રસ્તા તથા ફૂટપાથને અતિક્રમણ મુક્ત કરવાની સાથે મુંબઈને બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓથી મુક્ત કરશું.
તે માટે પોલીસ અને પાલિકા અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક કરશું. તે માટે પોલીસની મદદ લઈને સંબંધિત વિસ્તારોમાં જઈને તેમની ઓળખ કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
