અદાણી ઈલેક્ટ્રિસિટીના ટેકા સાથે તેના ફ્લેગશિપ શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ‘ઉત્થાન’ થકી અદાણી ફાઉન્ડેશન દ્વારા એક સપ્તાહ લાંબી સહભાગી અને મજેદાર શીખવાની પ્રવૃત્તિઓ સાથે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં ‘નેશનલ મેથમેટિક ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી લીજેન્ડરી ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજના માનમાં ઊજવવામાં આવી હતી અને તેની થીમ ‘મેથ અરાઉન્ડ અસ’ હતી, જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમના વિષયોમાં ડરને બદલે રોજબરોજના જીવનના ભાગરૂપે મેથમેટિક્સ અનુભવવામાં મદદ કરાઈ હતી.
આ કાર્યક્રમ ખાસ કરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિતને આસાન, વ્યવહારુ અને આનંદિત બનાવવા માટે તૈયાર કરાયો હતો. બીએમસીની શાળાઓમાં સહભાગી થતાં ક્લાસરૂમ લર્નિંગ હબ્સમાં ફેરવાયા હતા, જ્યાં વિદ્યાર્થીઓને હાથોહાથની પ્રવૃત્તિઓ, ગેમ્સ અને ગ્રુપ પડકારો થકી સંખ્યાઓ, આકાર, શૈલીઓ અને તર્કની ખોજ કરવાનો મોકો મળ્યો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉત્થાનના સહાયકોએ જોશભેર ભાગ લીધો હતો, જેમાં ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થતો હતો.

શીખવાના સ્પષટ હેતુઓ સાથે ઘણી બધી વિચારપૂર્વક ઘડવામાં આવેલી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. પઝલ્સ અને ગેમ્સ, જેમ કે ટેંગ્રામ ચેલેન્જીસ, સુડોકુ કોર્નર્સ, લોજિક રિડલ્સ અને મલ્ટિપ્લિકેશન પિરામિડ્સ જેવી પઝલ્સ અને ગેમ્સ થકી વિદ્યાર્થીઓએ સંખ્યાનું ભાન, તાર્કિક કારણો અને સમસ્યા ઉકેલવાની કુશળતા શીખી હતી. હાથોહાથની પ્રવૃત્તિઓમાં સ્ટ્રો અને ઓરિગામી આધારિત જ્યોમેટ્રીનો ઉપયોગ કરીને 2D અને 3D આકાર નિર્માણ કરવાનો સમાવેશ થતો હતો, જેમાં વિદ્યાર્થીઓને સ્પાશિયલ સંકલ્પનાઓ સમજવામાં અને વ્યવહારુ રીતે ગણિતના વિચારો લાગુ કરવામાં મદદ મળી હતી. વિશેષ સત્રોમાં શ્રીનિવાસ રામાનુજનના જીવન પર શોર્ટ ફિલ્મ અને મેથમેટિક્સ પ્લેજનો સમાવેશ થતો હતો, જેનું લક્ષ્ય વિષય માટે આદર નિર્માણ કરવાનું અને લર્નિંગ મેથમેટિક્સ સાથે હકારાત્મક ભાવનાત્મક જોડાણ અપનાવવાનું હતું.
આ અવસરે બોલતાં અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ ઉત્થાન અમે સેવા આપીએ તે સમુદાયોમાં બાળકોના પરિપૂર્ણ વિકાસ પ્રત્યે અમારી લાંબા ગાળાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ગણિત આધુનિક જીવન, ટેકનોલોજી અને સમસ્યા ઉકેલવા માટે સૈદ્ધાંતિક છે.’’

અદાણી ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ ઉત્થાન હેઠળ અમારી એકાગ્રતા ક્લાસરૂમોને ઉત્સુકતા અને આત્મવિશ્વાસની જગ્યામાં પરિવર્તિત કરવાની છે. વિવિધ પ્રવૃત્તિઓ અને ગેમ્સ થકી નેશનલ મેથમેટિક્સ ડેની ઉજવણી પાયાકીય આંકડાકીય જ્ઞાન મજબૂત બનાવવાની શક્તિશાળી રીત છે.’’
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
