
મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ છાશવારે મળ્યા કરે છે. આ વખતે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને મુંબઈમાં ગમે ત્યારે ગમે ત્યાં વિસ્ફોટ થશે તેવો મેઈલ મળ્યો હતો. જેના કારણે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે.
સોમવારે સાંજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ રૂમમાં પોસ્ટ કરાયેલા અધિકારીને મળેલા ઇમેલમાં કહેવામા આવ્યું છે કે ૪૮ કલાકની અંદર વિસ્ફોટ થશે. પરંતુ કોઇ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સોમવારે એક મહિલાના નામના એકાઉન્ટથી મહારાષ્ટ્ર સરકારના કન્ટ્રોલ રૂમને ઇમેલમાં મુંબઇમાં સંભવિત બોમ્બ બ્લાસ્ટની ચેતવણી આપવામાં આવી હતી.
મેસેજમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સિક્યુરિટી એજન્સી ત્રણ દિવસ માટે સતર્ક રહે. કોઇપણ સમયે, ગમે ત્યાં મોટો ધડાકો થઇ શકે છે. કૃપા કરીને આ ચેતવણીને અવગણશો નહીં.

આ ધમકીની માહિતી મુંબઇ પોલીસને આપવામાં આવી હતી. મુંબઇમાં સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી રહી છે. સરકારી ઇમારતો, વિદેશી કોન્સ્યુલેટ, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન ઉપરાંત સવેંદન શીલ સ્થળોએ હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (બીડીડીએસ) મુખ્ય સ્થળોએ તપાસ કરી રહી છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ને પણ સતર્ક કરવામાં આવ્યું છે. આ મામલે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઇમેલ મોકલનારને પકડવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઓપરેશન સિંદૂર બાદ મુંબઇમાં દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મુંબઇ પોલીસે સાવચેતીના પગલા તરીકે શહેરમાં ૧૧મેથી ૯ જૂન સુધી ફટાકડા ન ફોડવાનો આદેશ જારી કર્યો છે.

આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે. ઇમેલ દ્વારા ધમકી આપનાર આરોપીની આઇપી એડ્રેસના આધારે શોધવાનો પ્રયાસો ચાલું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
