અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના ઉત્તમ આદર્શોને જગતના ચોક સમક્ષ વિશ્વ સમ્રાટ શાસનપતિ, તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુના 2551મા જન્મકલ્યાણક દિવસ એટલે કે ચૈત્ર સુદ -13, તા. 10-4-2025, ગુરુવારના રોજ સમગ્ર મહારાષ્ટ્રના કતલખાનાઓ, માંસ માછલી અને મરઘીની દુકાનો બંધ રાખવા માટે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ અંગે એક પત્ર દ્વારા જૈનના 24મા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીજીની વર્તમાન સમયમાં કેમ આવશ્યકતા છે તે અહિંસાના સિદ્ધાંતો દ્વારા વિનંતી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વ મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકને અનેરા ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવે છે અને 21મી સદી જ્યારે ગૃહયુદ્ધ, વિશ્વ યુદ્ધ અને ગરીબી, બેરોજગારી અને મોંઘવારીના ટોચ પર ઊભું છે ત્યારે સમગ્ર વિશ્વમાં અહિંસા અને શાંતિનો સંદેશ ફેલાવનાર વીરપ્રભુના જન્મ કલ્યાણકની આ પ્રમાણે કરાયેલી આરાધના અને ઊજવણી સમગ્ર વિશ્વમાં એક દયાનો અને કરુણાનો સંદેશ ફેલાવશે.

વીર પ્રભુએ 21,600 દેસના આપી છે તેમાં જૈન ધર્મના 10 કમાન્ડમેન્ટ્સ પ્રસ્થાપિત થાય છે. મહાપુરુષ તેને સાર રૂપે જણાવે છે કે ભગવાને પોતાની દેસનાના સાર સ્વરુપે 3 સંદેશ, 6 ઉપદેશ અને એક આદેશ આપ્યો છે. તેમના ત્રણ સંદેશ છે – આચારમાં અહિંસા, વિચારમાં સ્યાદવાદ અને જીવનમાં કર્મવાદ. પ્રભુના છ ઉપદેશ છે – માતા-પિતાના કટ્ટર ભક્ત બનો, વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનો, સુખમાં લીન નહીં થાઓ – દુઃખમાં દીન નહીં થાઓ, સંકટનોનો સામનો નહીં પણ સ્વીકાર કરો, જ્વાળામુખીના મુખ ઉપર તમારો ખાટલો પાથરો અને નબળા મનના ક્યારે પણ ન બનો અને પ્રભુનો એક આદેશ છે કે હૈયાના સરળ બનો.

આ 10 કમાન્ડમેન્ટ્સમાં પણ પ્રથમ ક્રમાંક અહિંસાને આપવામાં આવ્યો છે. જૈન ધર્મના પૂજનીય ગુરુભગવંતો અને સકળ શ્રી સંઘ તરફથી આ માટે એક અધ્યાદેશ રજૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે, એમ શ્રી મુંબઈ જૈન સંગઠન વતી અતુલકુમાર વ્રજલાલ શાહે જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
