૨૮ સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણી માટે વોર્ડના રિઝર્વેશનને લગતો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર વોર્ડના રિઝર્વેશનને લગતી લોટરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મુંબઈના ૨૨૭ વોર્ડના રિઝર્વેશનની લોટરી કાઢવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે.
તે મુજબ રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ સહિત ૨૯ મહાનગરપલિકાની ચૂંટણીના વોર્ડના અનામતને લગતો કાર્યક્રમ જાહેર કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડના રિઝર્વેશનમાં એસી, એસટી, મહિલા માટેનું રિઝર્વેશન કરવામાં આવશે. જનસંખ્યાની ટકાવારી અનુસાર ઉતરતા ક્રમમાં આરક્ષણ કાઢવામાં આવશે. ત્યારબાદ બાકીના સભ્યોમાંથી ૬૧ સભ્યોની લોટરી ઓબીસી શ્રેણી માટે કાઢવામાં આવશે. તેમાની મહિલા અને પુરુષના આરક્ષણ માટે ચિઠ્ઠી કાઢવામાં આવ્યા બાદ બાકીનામાંથી મહિલા માટે અનામત કાઢીને બાકીના તમામ વોર્ડ જનરલ કેટેગરીમાં આવશે.
પાલિકા તરફથી મતદાર યાદી વોર્ડ સ્તરે બનાવવાનું કામ પ્રગતી હોઈ મતદાર યાદીનો ડ્રાફ્ટ છ નવેમ્બર, ૨૦૨૫ના જાહેર કરીને વાંધા-સૂચનો મગાવવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
