મહાપાલિકાના મહત્ત્વાકાંક્ષી ધર્મવીર, સ્વરાજ્યરક્ષક છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ (સાઉથ)ને કારણે ખાસ કરીને આ માર્ગનો ઉપયોગ કરનારા લોકોનું જીવન વધુ સહજ બની ગયું છે. બાંદરાથી નરીમાન પોઈન્ટ સડસડાટ લઈ જતા આ કોસ્ટલ રોડ પર રસ્તાઓ ખાલી મળતા હોવાથી અમુક વાહનચાલકો બેફામ રીતે વાહન હંકારે છે.
કેટલાક સ્પીડબાજ યુવાનો ખાસ કરીને રાતના સમયે પૂરપાટ ગતિથી આ માર્ગ પરથી વાહન હંકારે છે. તેઓ રેસ લગાવે છે અને તેમના વિશિષ્ટ પ્રકારના સાઈલેન્સર કોસ્ટલ રોડ આસપાસ રહેતા લોકોની ઊંઘ ઉડાવી નાખે છે. આ અંગે વારંવાર ફરિયાદ કર્યા પછી હવે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ કેટલાંક કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ માર્ગ પર હવે અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા 236 સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા છે. આ પ્રણાલીને કારણે કોસ્ટલ રોડ પર ક્યાંય પણ અકસ્માત થાય તો કંટ્રોલ રૂમને તુરંત માહિતી મળી જાય છે અને અકસ્માતગ્રસ્તોને તુરંત મદદ ઉપલબ્ધ થાય છે.

આ જ રીતે દિવસમાં કેટલાં વાહનોએ આ માર્ગનો ઉપયોગ કર્યો, તે વાહનોના કયા પ્રકાર છે, કેટલાં વાહનોએ સ્પીડ લિમિટ પાર કરી તેની નોંધ પણ આ કેમેરા પ્રણાલીને કારણે રાખી શકાય છે. મુંબઈગરાને ઝડપી, સુલભ અને સુરક્ષિત ટ્રાફિક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ સામે રાખીને આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે.શામલદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ) ફ્લાયઓવરથી વરલી- બાંદરા સીલિંકના વરલી છેડા સુધી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેની લંબાઈ 10.58 કિમી છે.
આ પ્રોજેક્ટ પર બંને બાજુથી ટ્રાફિક ચાલુ છે, જેને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આખા પ્રોજેક્ટ પર ઠેકઠેકાણે વિવિધ પ્રકારના સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. શામલદાસ ગાંધી માર્ગથી વરલી બાંદરા સીલિંગના વરલી છેડા સુધી ચાર પ્રકારની વિશિષ્ટતા ધરાવતા કુલ 236 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં જોઈન્ટ ટનલ બાંધવામાં આવી છે. આ બંને બોગદામાં આંતરમાર્ગિકા નજીક પ્રત્યેકી 50 મીટર અંતરે અકસ્માત ઓળખતા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. બંને બોગદા મળીને કુલ 154 કેમેરા છે.
જોડિયા બોગદામાં કાર અકસ્માત, ખોટી દિશામાં જતાં વાહનો વગેરે ઘટના આ કેમેરા આપોઆપ ઓળખી કાઢે છે. આ જ રીતે આવી ઘટના બનતાં કંટ્રોલ રૂમને તુરંત સૂચના આપે છે.
સામાન્ય રીતે ટ્રાફિક સુરક્ષા માટે 71 નિરગાણી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા ફરાવી, ઝુકાવી અને ઝૂમ કરી શકાય છે. એકાદ અકસ્માત થાય ત્યારે આ કેમેરામાં વીઆઈડીએસ પ્રણાલી સ્વયંચલિત પદ્ધતિથી ઘટનાને ઓળખી કાઢે છે અને આપોઆપ તે ઘટના તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને ભૂમિગત બોગદામાં આવા 71 કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
વાહનની ગણતરી કરતા કેમેરા :
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભૂમિગત બોગદામાં પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના દ્વાર પર કુલ ચાર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ભૂમિગત બોગદામાં જતાં વાહનોની સંખ્યા ગણતરી કરવી, તેનું વર્ગીકરણ કરવું વગેરે કામ માટે આ કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

વાહનનો નંબર ઓળખતા કેમેરા:
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ નવો ઊભો કરવામાં આવ્યો હોવાથી આ ઠેકાણે અવરજવર કરનારાં વાહનોની સ્પીડ પર નિયંત્રણ રાખવા અને આવાં વાહનો ઓળખવા માટે સાત કેમેરા ગોઠવવામા આવ્યા છે. સ્પીડની લિમિટ પાર કરનારાં વાહનોના ફોટો અને વાહન નંબર (નંબર પ્લેટ)ની નોંધ પણ આ કેમેરા કરે છે.
કેમેરા ગોઠવવાથી શો ફાયદો થયો:
મુંબઈ કોસ્ટલ રોડ પર સ્પીડ લિમિટનું પાલન નહીં કરવું, રેસ લગાવવી, અવાજ નિયંત્રણમાં નહીં રાખવો વગેરે ફરિયાદો કોસ્ટલ રોડ આસપાસની ઈમારતોમાં રહેતા રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી કેમેરા લગાવવાથી મહાપાલિકા તેમ જ ટ્રાફિક પોલીસને આવી ઘટનાઓ પર નજર રાખવાનું હવે આસાન બની ગયું છે. આ કેમેરા કાર્યરત થઈ ગયા હોવાથી હવે 24X7 મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ નજર રાખી રહી છે.

For more details… Contact 9322529232 / 9324483455
