સરકાર તરફથી વેપારીઓને APMC સેસમાં ઘટાડો કરી આપવામાં આવ્યો હતો એમાં બીજા જ દિવસે અધિસૂચના બહાર પાડીને પહેલાં જેટલો જ કરી દેવામાં આવ્યો

દીપક સોમૈયા –

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી વેપારીઓને APMC સેસ પહેલા જે 1% લેવાતી હતી તેમાં ઘટાડો કરી દર 100 રૂપિયા ઉપર 0.25 પૈસા થી 0.50 પૈસા કરવામાં આવી હોવાનો લોલોપોપ આપી પાછી ખેંચી લેવામાં આવી છે. જેમાં તા. 10/10/2024ના અધિસુચના બહાર પાડી એગ્રિકલચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ( APMC) સેસમાં ઘટાડો કરવામાં આવેલ હતો. મહારાષ્ટ્ર સરકાર તરફથી APMC સેસ પહેલા જે 1% લેવાતો હતો તેમાં ઘટાડો કરી દર 100 રૂપિયા ઉપર 0.25 પૈસા થી 0.50 પૈસા કરવામાં આવી હતી. આ સંદર્ભની અધિસુચના (ઓર્ડિનન્સ) બહાર પાડવામાં આવેલ હતું . વેપારીઓ તરફથી લાંબા સમયથી આ બાબતે લડત ચલાવવામાં આવતી હતી.

મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિ દ્વારા વેપારીઓને લગતી લીગલ મેટ્રોલોજી એક્ટમાં GST, APMC સેસ, રીડેવેલપમેન્ટ જેવી અનેક સમસ્યાઓ બાબતે લડત ચલાવેલ હતી. આ અધિસુચનાનો અમલ થાય તે પહેલા મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી આજે તા.15/10/2024 ના બહાર પાડવામાં આવેલ નવી અધિસુચના મુજબ APMC સેસ પહેલા જે 1% લેવાતો હતો તે રાબેતા મુજબ લેવાશે. APMC સેસમાં 100 રૂપિયા ઉપર 0.25 પૈસા થી 0.50 પૈસા કરવામાં આવેલ ઘટાડો હાલ રદ્દ કરવામાં આવેલ છે. આમ સરકાર તરફથી વેપારીઓને આપેલ આશ્વાસન લૉલીપૉપ સાબિત થયું છે. ઘી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ એસોસિએશન – ગ્રોમા સંસ્થાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવેલ કે વેપારીઓને આપેલ આશ્વાસનો પૈકી એકપણ બાબતમાં સહકાર મળેલ નથી અને સરકાર વિધાન સભાની ચૂંટણી નજીકમાં હોવા છતાં વેપારીઓની નારાજગી વ્હોરી લેવા માંગે છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓમાં ઘોર નિરાશા વ્યાપી છે. એમ ગુર્જરભૂમિના પ્રતિનિધિ દિપક સોમૈયાને ગ્રોમાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભાનુશાલીએ આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us