મુલુંડ-વેસ્ટમાં ફાયર-સ્ટેશન નજીક આવેલા જોશી રોડ પર બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા અધિકૃત ફેરિયાઓ માટે સ્ટૉલ બાંધવામાં આવ્યા છે. જોકે આ સ્ટૉલ લોકોના ચાલવા માટે રાખવામાં આવેલી ફુટપાથ પર જ બાંધવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ફુટપાથ પદયાત્રીઓ માટે બનાવવામાં આવી હોવા છતાં ત્યાં દુકાનો ઊભી કરવામાં આવતાં લોકોએ રસ્તા પર ચાલવું પડે છે જેને કારણે તેમની રોજિંદી અવરજવર જોખમી બની ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જોશી રોડ પર રહેતા એક રહેવાસીએ કહ્યું હતું કે ‘અહીં બાંધવામાં આવેલી દુકાનોમાં પાનની ટપરીઓ પણ સામેલ છે. પાનની ટપરીઓને કારણે આખી રાત અવાજ, ગેરવર્તણૂક અને અશાંતિ સર્જાય છે. પરિણામે આસપાસ રહેતા લોકોની શાંતિનો ભંગ થાય છે અને મહિલાઓ, વૃદ્ધો તથા બાળકોને અસુવિધાનો સામનો કરવો પડે છે.

રાતના સમયે અવાજ અને ભીડ વધવાથી સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થયો છે. આ વિસ્તારમાં નવા હૉકરોને નિયમિત રીતે ફુટપાથ પર જગ્યા આપવામાં આવી રહી હોવાથી અમારી મુશ્કેલીમાં વધારો થયો છે. ફુટપાથ પર વધતા જતા કબજાને કારણે સામાન્ય પદયાત્રીઓ જ નહીં,
વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમણે વ્યસ્ત માર્ગ પર ચાલવું પડે છે જેને કારણે સતત અકસ્માત થવાનો ભય રહે છે. ખાસ વાત એ છે કે આ માર્ગ ફાયર-સ્ટેશનની નજીક આવેલો હોવાથી હંમેશાં વાહનવ્યવહારથી વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં ફુટપાથ પર અતિક્રમણ થવું સલામતીના દૃષ્ટિકોણથી અત્યંત ગંભીર બાબત છે. અમારી માગણી કરી છે કે BMCએ તાત્કાલિક પુનર્વિચાર કરીને ફુટપાથ પદયાત્રીઓ માટે ખુલ્લી રાખવી જોઈએ. વિકાસના નામે મૂળભૂત હકોનું ઉલ્લંઘન ન થવું જોઈએ. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાય એવી અમારી તીવ્ર માગણી છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
