થાણે શહેરમાં સેગ્રીગેશન સેન્ટર (કચરો અલગ કરવાનું સ્થળ)માં ખોદકામ કરનારા મશીનમાં ફસાઈ જવાથી મહિલાનું મોત થયાના એક દિવસ બાદ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ થાણે પાલિકાના મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહિલાના પરિવારને વળતર આપવા સહિતની અન્ય માગણીઓ રાખી હતી. થાણે પાલિકા મુખ્યાલય સમક્ષ મંગળવારે સવારના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે તણાવજ નક પરિસ્થિતિ ઊભી થતા મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવી પડી હતી.

લગભગ દોઢ કલાક સુધી તેમના વિરોધ પ્રદર્શન બાદ થાણે પાલિકાના અધિકારીએ મૃતક મહિલાના પરિવારને વળતર આપવાનું તેમ જ જે સાઈટ પર દુર્ઘટના બની હતી તેને કાયમી સ્વરૂપે બંધ કરી દેવાનું આશ્વાસન આપ્યું હતું. થાણેમાં સીપી તળાવ ગાર્બેજ સેગ્રીગેશન સેન્ટરમાં સોમવારે ૪૮ વર્ષની રાજશ્રી જાધવ મશીનમાં ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. થાણેના ભીમ નગરની પીડિતા જયારે સેગ્રીગેશન સેન્ટરમાં જયારે ભંગાર ઉપાડી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. વિરોધ પ્રદર્શન કરનારાઓના કહેવા મુજબ મહિલા મશીનમાં આવી ગયા બાદ મશીનના ઓપરેટેરે તેના મૃતદેહને ગાર્બેજ ડમ્પરમાં ફેંકી દીધો હતો જે બાદમાં ગાર્બેજ ડમ્પરના ડ્રાઈવરના ધ્યાનમાં આવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
