ટ્રેનો કોઈને કોઈ કારણસર મોડી પડવી એ રોજનું થઈ ગયું છે. મધ્ય રેલવેની લોકલ ટ્રેનવ્યવહાર ટેક્નિકલ ખામીને કારણે ખોરવાઈ ગયો હતો, તેનાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ આવતી લોકલ ટ્રેનો લગભગ પોણો કલાક મોડી દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, મુંબઈમાં હાલ વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં સવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો.
દરમિયાન, થાણે જિલ્લાના કલ્યાણ, ડોમ્બિવલી, બદલાપુર અને અંબરનાથમાં ગઈકાલે બપોરથી ભારે વરસાદ પડી રહ્યો છે. કલ્યાણમાં વરસાદ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જ્યારે મુંબઈમાં હાલમાં વરસાદ બંધ છે. છતાં, વરસાદની શક્યતા છે.

મુંબઈ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી રહી છે. દરમિયાન, વરસાદની અસર રેલ ટ્રાફિક પર પણ પડી રહી છે. અલબત્ત, આજે વરસાદથી મધ્ય રેલ્વે પર કોઈ અસર પડી નથી. પરંતુ, ટેકનિકલ ખામીને કારણે અસર થઈ હોવાની માહિતી મળી રહી છે.

