મુલુંડ-વેસ્ટમાં બાલરાજેશ્વર મંદિર પાસે LBS રોડ પર ડ્રેનેજલાઈન ઓવરફ્લો થવાને કારણે ભક્તો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાઈ જવાથી ગંદકીમાં વધારો થયો છે અને અકસ્માતનું જોખમ વધ્યું છે. ફરિયાદો કરવા છતાં ૩ મહિનાથી વધુ સમયથી આ મુદ્દો ઉકેલાયો નથી એવો દાવો સ્થાનિક નાગરિકો અને ભક્તો કરી રહ્યા છે. અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. ડ્રેનેજની સમસ્યાએ આ વિસ્તારને ગંદો અને જોખમી બનાવ્યો છે. ગંદું પાણી રસ્તા પર વહેતું રહે છે. સ્થાનિક લોકોનો દાવો છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જાળવણી અને સમારકામના અભાવે સમસ્યા વધુ ખરાબ થઈ છે જેને કારણે મુસાફરો અને રાહદારીઓને અસુવિધા થઈ રહી છે.

અધિકારીઓએ આ સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે વિસ્તાર સાફ અને ભક્તો અને લોકો માટે સલામત બને. શિવરાત્રિના દિવસે પહેલી વાર બાલરાજેશ્વર મંદિરની સામે LBS રોડ પર ડ્રેનેજલાઈન ઓવરફ્લો થવાથી મંદિરની અંદર ખરાબ પાણી ભરાયું હતું જેને કારણે ભીડ વચ્ચે ભક્તોએ અસુવિધાનો સામનો કરવો પડયો હતો. એ સમયે અધિકારીઓએ સ્થાનિક જનસેવકોના આદેશ પર તાત્કાલિક ડ્રેનેજલાઇનનું રિપેરિંગ કર્યું હતું. જોકે હવે આ સમસ્યા સતત સામે આવી રહી છે. અનેક વાર BMCના અધિકારીઓને ફરિયાદ કરતાં તેઓ થૂંકપટ્ટીનું કામ કરી રહ્યા છે. એ દિવસ પૂરતી સમસ્યા ઉકેલાઈ જતી હોય છે, પણ પછી ફરી વાર એ જ સમસ્યાનો સામનો અમારે અને મંદિરમાં આવતા ભક્તોએ કરવો પડે છે. તાજેતરમાં આ સમસ્યા ફરી ઊભી થઈ હતી જેને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનોને લીધે ખરાબ પાણી રસ્તા પરથી ચાલતા જતા નાગરિકો પર ઊડતું હોય છે એટલું જ નહીં, અમુક સમયે પાણીને કારણે અકસ્માત પણ થતો છે. અમારી માગણી છે કે BMCના અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
