ભાતને લઈને એક માન્યતા અનેક લોકોના મનમાં હોય છે કે ભાત ખાવાથી વજન વધે છે. આજે તમને આ વાત માટે હેલ્થ એક્સપર્ટ શું કહે છે તે જણાવીએ.
શું તમને પણ લાગે છે કે ચોખા એટલે કે ભાત ખાવાતી વજન અને શુગર લેવલ વધી જાય છે ? તેથી ભાત સ્વાસ્થ્યના દુશ્મન છે.. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ના. ભાત આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ નથી. પરંતુ જો ભાત યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ભાત જો દિવસના સમયે ખાવામાં આવે તો શરીર તેને સારી રીતે પચાવી શકે છે અને બ્લડ શુગર પણ બેલેન્સ રહે છે.

બપોરે ભાત ખાવાના ફાયદા
આપણા શરીરનું મેટાબોલિઝમ અને ઈંસુલિન સેંસિટિવિટી દિવસના સમયે વધારે સક્રીય હોય છે. તેથી જો તમે બપોરે ભોજનમાં ભાત ખાવ છો તો શરીર ભાતને એનર્જીમાં બદલી દે છે. બપોરે ભાત ખાવાથી તે ફેટમાં વધારો કરતા નથી. તેનાથી બ્લડ શુગર લેવલ પણ ઝડપથી વધતું નથી. વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળી શકે છે.
સાંજે અને રાત્રે શરીરનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે તેથી ચોખા જેવા કાર્બોહાઈડ્રેટ રિચ ફુડ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. અને ફેટ સ્ટોરેજ પણ વધારે થાય છે. આ કારણ છે કે રાત્રે ભાત કે પચવામાં ભારે હોય તેવો ખોરાક ન લેવો જોઈએ. તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
ડાયાબિટીસમાં કેવી રીતે ખાવા ભાત?
ડાયાબિટીસ હોય તેવા લોકોએ ભાત માટે લો જીઆઈ લેવલ ધરાવતા ચોખા ખાવા જોઈએ. જેમકે બ્લાઉન રાઈસ, રેડ રાઈસ અથવા બ્લેક રાઈસ. ભાતને એકવાર પકાવી ઠંડા કરી ફરી ગરમ કરીને ખાવાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સિવાય બપોરે ભાતની માત્રા સંતુલિત રાખો અને તેની સાથે દાળ, શાક સહિતની વસ્તુઓ ખાવી જેથી શુગર સ્લાઈક્સ ઓછું થાય. રોટલી સાથે ભાત લેવાના હોય તો અડધો કપ ભાત લેવા. ભાતમાં પ્રોટીન એડ કરીને જ ખાવા જોઈએ અે તેમાં પણ લીંબુ ઉમેરી દેવું જેથી ગ્લાઈસેમિક ઈફેક્ટ ઓછી થઈ જાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
