મુંબઈ અને દુનિયાભરના ગણેશ ભક્તો માટે શ્રદ્ધાળુ સ્થળ લાલબાગચા રાજાનું વિસર્જન આ વર્ષે સમયસર થઈ શક્યું નથી. કલાકો સુધી લાલબાગચા રાજાને ગિરગાંવ ચોપાટી પર દરિયામાં ઊભા રહેવું પડ્યું.
આ વર્ષે વિસર્જન માટે ઓટોમેટિક અને હાઇડ્રોલિક સિસ્ટમ સાથેનો એક ખાસ તરોપો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ભરતીના કારણે આ તરાપા પર મૂર્તિ ઉપાડવી શક્ય બની નહોતી.
આ વિલંબ બાદ ગિરગાંવ ચોપાટીના નાખવા હીરાલાલ પાંડુરંગ વાડકરે લાલબાગ રાજા મંડળ પર ગંભીર આરોપો લગાવ્યા છે.હીરાલાલ વાડકરે જણાવ્યું હતું કે ગિરગાવ ચોપાટીમાં લાલબાગચા રાજાનું વિસર્જનમાં કલાકોનો વિલંબ થયો. કેટલાંક કારણોસર, લાલબાગચા રાજા મંડળ પાણીનાં વહેણ અને પ્રવાહનો અંદાજ લઈ શક્યા નહોતી.

અમે વાડકર ભાઈઓ ઘણાં વર્ષોથી લાલબાગચા રાજાનું વિસર્જન કરતા હતા. જોકે તરાપો આવતાં તે જવાબદારી હવે અમને સોંપાતી નથી. હવે કેટલાંક કારણોસર, લાલબાગચા રાજાનું વિસર્જન મોડેથી થયું. વાડકર ભાઈઓ વર્ષોથી વિસર્જન કરી રહ્યા હતા. હવે તેઓ તે કરી રહ્યા નથી, કારણ કે ગુજરાતથી તરાપો આવી ગયો છે, લાલબાગચા રાજા મંડળે તેમને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેઓ હવે આ જવાબદારી સંભાળે છે.
જોકે વિસર્જનમાં વિલંબને ધ્યાનમાં લેતાં લાલબાગચા રાજા મંડળે વિસર્જનનું ધ્યાન રાખવું જોઈએ.દસ દિવસના ગણેશ ઉત્સવ પછી, મુંબઈના પ્રિય ગણપતિ, લાલબાગના રાજા, શનિવારે બપોરે 12 વાગ્યે વિસર્જન માટે મંડપમાંથી નીકળ્યા.
7 સપ્ટેમ્બર, સવારે 7:45 વાગ્યે તેઓ ગિરગામ ચોપાટી પહોંચ્યા. આ પછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે લાલબાગના રાજાની આરતી કર્યા પછી સમુદ્રમાં વિસર્જન કરાશે. જોકે, દરિયામાં ભારે ભરતી અને આયોજનની ભૂલોને કારણે, વિસર્જન પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો.

અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરો દરમિયાન, કિનારા પર એકઠા થયેલા ભક્તો અને મંડળના સ્વયંસેવકો ચિંતિત હતા કારણ કે બાપ્પાનું વિસર્જન થઈ રહ્યું નહોતું. ઘણા ભક્તો કિનારા પરથી બાપ્પાને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હતા. “જો અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરો,” તેઓ વિનંતી કરી રહ્યા હતા, “આગામી વખતે તમારી સેવામાં કોઈ ઢીલ રહેશે નહીં,’’ એમ પણ વાડકરે જણાવ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
