
કચ્છ યુવક સંઘ દ્વારા ‘કચ્છી નવુ વર્ષ’ ના એક નવું કચ્છી નાટક રજૂ કરે છે. સમાજમાંથી નવા કલાકારો કે જેમને નાટકના તખ્તાનો કોઈ અનુભવ ન હોય, તેમને આ નાટક માટે પસંદ કરી સ્ટેજ પર પરફોર્મ કરવાનો મોકો આપવામાં આવે છે.
કારોબારી સભ્ય વસંતભાઈ મારુ સતત ૩૧ વર્ષથી ડાયરેક્ટર તરીકે પોતાનો રોલ નિભાવી રહ્યા છે અને ડો. વિશન નાગડા અને કવન સાવલા પણ સક્રિય ફાળો આપી રહ્યા છે. આ નાટકના ૫૦થી વધુ શો મુંબઈ, કચ્છ, ચેન્નાઈ, સાંગલી, નાશિક, કલકત્તા ખાતે ભજવવામાં આવશે.

ભાગ લેવા ઉંમર 16 અને વધુનાં યુવક- યુવતીઓને સંસ્થાની ઓફિસમાં રશ્મિબેન ગડાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ઓડિશન ૨૪ એપ્રિલે સાંજે ૫:૩૦ વાગ્યાથી 01, ‘તક્ષશિલા’, પહેલો માળે, ગોકુલદાસ પાસ્તા રોડ, ચિત્રા સિનેમાની નજીક, દાદર ઈ. ખાતે રાખવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
