મુલુંડ ચેકનાકા સ્થિત નંદાદીપ બાર એન્ડ રેસ્ટોરાં ખાતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ઝોન ૭ના પોલીસ અધિકારીઓ દ્વારા ૨૨ ફેબ્રુ.ના રાત્રે દરોડો પાડવામાં આવતા બારમાં પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરીને બાર ભાળાઓ પાસે અશ્લીલ નૃત્ય કરાવવામાં આવતું હોવાનું માલુમ પડયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા બનાવટી ગ્રાહકે મોબાઈલમાં લીધેલા વિડીયોમાં આઠ બારબાળાઓ સ્ટેજ પરથી ઉતરીને ગ્રાહકો સામે આવીને ડાન્સ કરતી હતી. જેમાંથી એક મહિલા, ગ્રાહક સમક્ષ અશ્લીલ નૃત્ય કરતી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે દરોડો પાડીને મેનેજર વિજય સાલિયન તથા કેશિયર અનિલ શેટ્ટી સહિત પાંચ વેઈટરો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની પૂછપરછ કરી હતી અને કેશ કાઉન્ટરમાંથી રૂા.૩૮૦૭૦ની રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે બારબાળાઓ તથા મોટાભાગના ગુજરાતી-કચ્છી ગ્રાહકોને ચેતવણી આપીને છોડી મૂક્યા હતા.”

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
