વાશી સ્ટેશન નજીક ટ્રેનમાં ૨૪ વર્ષના યુવક પર ચાકુના અનેક ઘા ઝીંકવામાં આવ્યા બાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. મંગળવારે સવારે આઠ વાગ્યાની આસપાસ ટ્રેન રેલવે સ્ટેશનમાં પ્રવેશી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેન સ્ટેશન પર થોભ્યા બાદ આરોપી રાજેશ રાજનગમ અરુંદુતિયર ફરાર થઇ ગયો હતો, એમ જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉદ્રેએ જણાવ્યું હતું. હુમલામાં ઘવાયેલા યુવકની ઓળખ સિરાજ અબ્દુલ્લા શેખ (૨૪) તરીકે થઇ હોઇ તે માનખુર્દના ચિતા કેમ્પનો રહેવાસી છે.

સિરાજ અને આરોપી રાજેશ એકબીજાને ઓળખતા હોઇ મંગળવારે સવારે પનવેલ-સીએસએમટી ટ્રેનમાં પ્રવાસ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા રાજેશે સિરાજ પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તેના ગળા, પીઠ અને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
