કોમેડિયન અને એક્ટર કપિલ શર્મના કેનેડા ખાતે આવેલાં કેફેમાં બે વખત થયેલા ગોળીબાર બાદ મુંબઈ પોલીસે કપિલ શર્માને સુરક્ષા પૂરી પાડી છે. કપિલ શર્માના કેફે પર થયેલા ગોળીબાર માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકાર્યા બાદ મુંબઈ પોલીસે આ પગલું ભર્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે કપિલ શર્માને પૂરતી સુરક્ષા આપી છે. તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં છે. જોકે, પોલીસે કપિલની સુરક્ષા વ્યવસ્થા વિશે કોઇ વિગતો આપી નથી.
શહેરમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અમે તમામ સાવચેતી રાખી રહ્યા છીએ, એમ અધિકારીએ કહ્યું હતું. અભિનેતાના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે કે કેમ તે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું કે કોઈની સુરક્ષાની તમામ વિગતો પ્રગટ કરી શકાય નહીં.

કેનેડાના સરેમાં ગત ચોથી જુલાઇના કપિલ શર્માના નવા કાફેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ૧૦ જુલાઇના કાફે પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગ એક દિવસ પછી મુંબઇ પોલીસે ઓશિવારામાં કોમેડિયનના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તે સમયે ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહે ફાયરિંગની જવાબદારી સ્વિકારી શર્માના શોમાં કરેલી વાંધાજનક ટિપ્પણી ઉદલ તેની પાસે માફીની માંગણી કરી હતી. હુમલાખોરોને લાગ્યું કે શોમાં શીખોનું અપમાન કરવામાં આવ્યું છે. શર્માએ માફી માંગવા માટેના તેમના કોલને અવગણ્યા હોવાનું કહેવાય છે. જેના લીધે બદલો લેવા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.
આ હુમલાના એક મહિનાની અંદર જ ગત આઠમી ઓગસ્ટના બીજા વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાદમાં સોશિયલ મીડિયા પર ફરતી એક ઓડિયો ક્લિપ વિશે મુંબઇ પોલીસના પૂછવામાં આવ્યું હતું. આ ક્લિપમાં એક વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઇ ગેંગના મેમ્બર તરીકે ઓળખાવી રેસ્ટોરાં પર હુમલાની જવાબદારી લીધી હતી.

અધિકારીએ કહ્યું અમે આ ક્લિપની નોંધ લીધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફરતી ૫૦ ટકાથી વધું પોસ્ટ ચકાસણી થવી જોઇએ. પોસ્ટ સાચી છે કે એઆઇ જનરેટેડ એની તપાસ થવી જોઇએ આવી પોસ્ટ ઘણીવાર મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કરવામાં આવે છે.
For more details… Contact 9322529232 / 9324483455
