બોરીવલી વિસ્તારમાં બે માર્ગ અકસ્માતમાં મર્ચન્ટ નેવીના કૅપ્ટન સહિત બે જણનાં મૃત્યુ થયાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મૃતકોની ઓળખ રાહુલ તોડણકર અને અક્ષતસિંહ બિપ્ત તરીકે થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પહેલો અકસ્માત બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બેકરી નજીક થયો હતો.

કાંદિવલીમાં રહેતો રાહુલ મર્ચન્ટ નેવીનો કૅપ્ટન હોઇ તે હાલ રજા પર હતો. રાહુલ મંગળવારે બપોરે બાઇક પર પાર્સલ લેવા જઇ રહ્યો હતો ત્યારે ટેન્કરે તેની બાઇકને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટેન્કરચાલકની ધરપકડ કરી હતી. દરમિયાન અકસ્માતની બીજી ઘટનામાં અક્ષતસિંહ બિપ્તનું મૃત્યુ થયું હતું. મીરા રોડમાં રહેનારો અક્ષતસિંહ બિષ્ત ગયા સપ્તાહે ટેટૂ પાર્લરમાં મેનેજર તરીકે કામે લાગ્યો. તે બાઇક પર ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે અજ્ઞાત વાહને તેને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
