વેપારીઓએ, દક્ષિણ મુંબઈના જૈન સંઘોએ વધારેમાં વધારે વોટિંગ થાય એ માટે, તમામ વોટર્સને સવારના સમયમાં, ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા લગભગ, 50 સ્થાનોમાં કરી હતી, જેમાં આંગળી પર વોટિંગ માર્ક દેખાડીને, લગભગ 25,000 વોટરોએ લાભ લીધો હતો.
ઑગસ્ટ ક્રાંતિ મેદાન, નેપિયન સી રોડ, મલબાર હિલ, તીનબત્તી, વાલકેશ્વર રોડ, બાબુલનાથ, ઓપેરા હાઉસ, તારદેવ, હાજી અલી, પેડર રોડ, નવજીવન સોસાયટી, બાલારામ સ્ટ્રીટ, પ્રાર્થના સમાજ, વી.પી. રોડ, ગોલ દેવળ વગેરે મુંબઈનાં અનેક સ્થાનો પર યુવાન અને પરિપક્વ સહાયકોની મદદથી વોટ કરવામાં વૃદ્ધોને, બીમારને તેમ જ તમામને ઘરે ઘરે જઈને ઉતારીને ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.
જૈનોએ તમામ સમાજના લોકો સાથે સમન્વય કરીને જબરદસ્ત એકતાનું પ્રદર્શન કર્યું હતું. હવે પછી આવનારી મહાપાલિકાની ચૂંટણીની પૂર્વતૈયારી રૂપે જૈનોએ દરેક સમાજને, વેપારીઓને અપીલ કરી હતી કે, યદી આપકી બસ્તિસે ઘટોગે તો પટોગે આવા અનેક નારાઓ દ્વારા સમગ્ર વેપારી સમાજે, પોતાની એકતાને બુલંદ બનાવી હતી, એમ શ્રી જૈન સંગઠનના કન્વીનર નીતિનભાઈ વોરાએ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw