ઘાટકોપરમાં ગયા વર્ષે હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિએ ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારે ફડણવીસને સીલબંધ કવરમાં રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો અને તેમણે તેને આગળની કાર્યવાહી માટે ગૃહ વિભાગને મોકલી આપ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ ભોંસલેના નેતૃત્વ હેઠળની છ સભ્યોની સમિતિએ રિપોર્ટમાં હોર્ડિંગ અંગે સૂચનો આપ્યા છે. 13 મે, 2024ના રોજ ધૂળના તોફાન દરમિયાન ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લોખંડનું એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા અને 74 લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ રાજ્ય સરકારે હોર્ડિંગ અને પેટ્રોલ પંપ માટે જવાબદાર સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી.

તે અગાઉના રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથેની કોઈપણ સંભવિત મિલીભગતની તપાસ કરવાનું હતું અને તેને સરકારી અને રેલવેની મિલકતો પર હોર્ડિંગ્સને મંજૂરી આપવા અને લગાવવા માટેની વર્તમાન પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવાનું અને ભવિષ્યમાં બનતી ઘટનાઓને રોકવા માટે સુધારાઓની ભલામણ કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
