કેઈએમ, સાયન, નાયર, કૂપર જેવી મહત્વની હોસ્પિટલો, ઉપનગરીય હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્યાં છે, એમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, કેટલા બેડ ઉપલબ્ધ છે, કઈ મેડિકલ ટેસ્ટ થાય છે, એની માહિતી હવે એક ક્લિક પર દર્દીઓને મળશે. તેથી હોસ્પિટલ જવા પહેલાં જ ત્યાંની સુવિધાઓનો કયાસ કાઢી શકાશે.
મુંબઈ મહાપાલિકાની મેડિકલ કોલેજ, ઉપનગરીય હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણી વખત બેડ ઉપલબ્ધ ન હોવા, આરોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવી, બ્લડટેસ્ટ, દવા ઉપલબ્ધ ન હોવા જેવી સમસ્યાનો સામનો દર્દીઓ કરવો પડે છે. એના માટે દર્દી સારવાર માટે આવવા પહેલાં જ હોસ્પિટલમાં કઈ સુવિધા, કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એની માહિતી આપવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. એ અનુસાર મુંબઈ મહાપાલિકાની તમામ હોસ્પિટલોની આરોગ્ય સેવા હવે એક ક્લિક પર મળશે. એના માટે મુંબઈ મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગ તરફથી ઓનલાઈન પોર્ટલ ડેશબોર્ડ અને ચેટબોટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.

ચેટબોટના માધ્યમથી નજીકમાં કઈ હોસ્પિટલ છે, કઈ ઉપનગરીય હોસ્પિટલ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્યાં છે, એ બાબતે માહિતી ઉપલબ્ધ કરી આપવામાં આવશે. તેમ જ પોર્ટલ અને ડેશબોર્ડ પર દર્દીઓનો હોસ્પિટલમાં બેડથી લઈને ઉપલબ્ધ બ્લડટેસ્ટ, લોહી વગેરે સુવિધાની માહિતી મેળવવામાં મદદ થશે. હોસ્પિટલમાં આવતા દર્દીઓની નોંધણી દરમિયાન થતી લાંબી લાઈન પર નિયંત્રણ રાખવા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. કૂપર હોસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રક્રિયા અમલમાં મૂકાશે. પોર્ટલ અને ડેશબોર્ડના લીધે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની હેરાનગતિ ઓછી થવામાં મદદ થશે એવી માહિતી મુંબઈ મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગના ઉપાયુક્ત શરદ ઉઘડેએ આપી હતી.
મહાપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ હોસ્પટિલોમાં આરોગ્ય સુવિધા સંદર્ભની માહિતી દર્દીઓને મળે એ માટે શરૂ કરવામાં આવનારા પોર્ટલની મુંબઈ મહાપાલિકાની વેબસાઈટ પર સ્વતંત્ર લિન્ક ઉપલબ્ધ કરી આપવામાં આવશે. તેથી દર્દીઓ માટે આ વેબસાઈટ પરથી પોર્ટલ પર જવું સહેલું થશે. હોસ્પિટલોમાં ઉપલબ્ધ ખાલી બેડની વિગત, બ્લડટેસ્ટ, આરોગ્ય સુવિધા, દવાની ઉપલબ્ધતા, હોસ્પિટલમાં ઓપીડીનો સમય શું છે, એ હોસ્પિટલમાં કઈ સુવિધા છે એવી માહિતી નાગરિકોને ડેશબોર્ડ પરથી મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
