મુંબઈમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને દિલ્હી જેવી વિકટ પરિસ્થિતિ નહીં સર્જાય તેની તકેદારી રાખવા માટે મહાપાલિકા દ્વારા ગુરુવારે 28 મુદ્દાનાં માર્ગદર્શક તત્ત્વો જારી કરાયાં હતાં. ઉપરાંત દરેક વોર્ડ સ્તરે ફ્લાઈંગ સ્કવોડની નિયુક્તિ કરવામાં આવી છે. આ માર્ગદર્શક તત્ત્વોનું ઉલ્લંઘન કરનાર સામે કઠોર કાર્યવાહી કરવાના નિર્દેશ એડિશનલ કમિશનર ડો. અશ્વિની જોશીએ આપ્યા છે.વિવિધ ઉપાયયોજનાનો અમલ કરવા છતાં વાયુ ગુણવત્તા નિર્દેશાંક (એક્યુઆઈ) સતત 200થી વધુ રહે તે વિસ્તારના કારણભૂત ઉદ્યોગો અને બાંધકામોને ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન-4 (ગ્રુપ-4) અંતર્ગત બંધ કરવામાં આવશે. સર્વ ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરોને પણ તેની પર બારીકાઈથી નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
વાયુ પ્રદૂષણ માટે વિવિધ ઉપાયયોજના કરવામાં આવી રહી છે. તેમાં બેકરી અને સ્મશાનભૂમિમાં સ્વચ્છ ઈંધણનો ઉપયોગ, જાહેર પરિવહન સેવા વધુ પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ, બાંધકામના કાટમાળ પર સાયન્ટિફિક પદ્ધતિથી પ્રક્રિયા કરવા માટે પ્રકલ્પ, ધૂળ નિયંત્રણમાં લેવા માટે મિસ્ટિંગ મશીનની સહાયથી રસ્તાઓ પર પાણીનો છંટકાવ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

અગાઉ 15 ઓક્ટોબર, 2024ના રોજ વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે માર્ગદર્શક તત્ત્વો જારી કરવામાં આવ્યાં હતાં. તેમાં બાંધકામ પ્રકલ્પની આસપાસમાં ધૂળ પ્રદૂષણ રોકવા માટે પતરાઓની વાડ ઊભી કરવી, લીલા કપડાનું આચ્છાદન કરવું, પાણીનો છંટકાવ કરવો, કાટમાળનો સાયન્ટિફિક રીતે સંગ્રહ અને લાવવું- લઈ જવું, બાંધકામના ઠેકાણે વાયુ પ્રદૂષણ માપક યંત્ર ગોઠવવું, ધૂરશોધક યંત્ર ગોઠવવું વગેરે ઉપાયયોજનાઓનો સમાવેશ થાય છે.આ ધ્યાનમાં રાખતાં હવે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપાયોનો કડકડાઈથી અમલ કરવાની ખાતરી રાખવા માટે દરેક વોર્ડ સ્તરે ફ્લાઈંગ સ્ક્વોડ નિયુક્ત કરવામાં આવી છે. આ ટીમમાં વિભાગ સ્તરના બે એન્જિનિયર અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ રહેશે. તેમની સાથે વેહિકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ સાથે વાહન કાર્યરત રહેશે.
મહાપાલિકાએ જારી કરેલા 28 મુદ્દાઓનો સમાવેશ ધરાવતાં માર્ગદર્શન તત્ત્વોનો સખ્તાઈથી અમલ કરવો, સેન્સર આધારિત વાયુ ગુણવત્તા દેખરેખ યંત્ર અને એલઈડી ક્રિયાન્વયન યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ખાતરી રાખવી, કચરો બાળવો, ઈંધણના સ્વરૂપમાં લાકડું બાળવા પર પ્રતિબંધ લાદવો વગેરે કાર્યવાહી આ ટીમ દ્વારા કરવામાં આવશે. ઉપરાંત માર્ગદર્શક તત્ત્વોનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ તેમના દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે.

વાયુ પ્રદૂષણ કરતાં કૃત્યો ટાળો ઉપરાંત મહાપાલિકાએ નાગરિકોને પણ અનુરોધ કર્યો છે કે તેમણે વાયુ પ્રદૂષણ થાય તેવાં કૃત્યો કરવાનું ટાળવું જોઈએ અને મહાપાલિકાના પ્રયાસમાં સહયોગ કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. મુંબઈમાં ઠેર ઠેર ઈમારતોનું પુનઃનિર્માણ, ઈમારતોનું રિડેવલપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો, રસ્તાઓનું સિમેન્ટીકરણ વગેરે જેવાં કામો મોટે પાયે ચાલી રહ્યાં છે, જેને કારણે વાયુ પ્રદૂષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, જે અંગે મોટે પાયે ફરિયાદ ઊઠ્યા પછી તંત્ર સફાળું જાગું થઈને કાર્યવાહી શરૂ કરી છે.
For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga