ભારતે 2026 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા હવે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે.
ભારતે 2026 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા હવે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. સેમિફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ફક્ત 246 રન જ બનાવી શક્યું હતું. ભારતે સેમિફાઇનલ 7 રનથી જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડ માટે જેકબ બેથેલે 48 બોલમાં 105 રન બનાવ્યા હતા, પરંતુ તે ઇંગ્લેન્ડને જીત અપાવી શક્યો નહીં. ઇંગ્લેન્ડે મેચમાં જોરદાર લડત આપી હતી, પરંતુ જસપ્રીત બુમરાહે 16મી ઓવરમાં 8 રન અને 18મી ઓવરમાં 6 રન આપીને ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી.
સંજુ સેમસનની તોફાની અડધી સદી

સંજુ સેમસનની શાનદાર બેટિંગ અને ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત રનથી હરાવ્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સેમસનની તોફાની અડધી સદી (89 રન) ની મદદથી ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 253 રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 246 રન જ બનાવી શકી. તેમના તરફથી જેકબ બેથેલે 105 રન બનાવ્યા. આ દરમિયાન, ભારત તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી જ્યારે અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી.
બે ઓવરે મેચ પલટી નાખી
254 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે 17 ઓવરમાં 209 રન બનાવ્યા હતા. તેમને છેલ્લી ત્રણ ઓવરમાં 45 રનની જરૂર હતી. જેકબ બેથેલ અને સેમ કરન તૈયાર હતા અને ઇંગ્લેન્ડનો વિજય સંપૂર્ણપણે શક્ય લાગતો હતો.

આ દરમિયાન, 18 મી ઓવરમાં જસપ્રીત બુમરાહ તેના સ્પેલની છેલ્લી ઓવર નાખવા આવ્યો. તેણે ફક્ત છ રન આપ્યા અને ત્યાંથી મેચ ભારતના પક્ષમાં થઈ ગઈ. હવે બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી. 19 મી ઓવરમાં હાર્દિક શાનદાર બોલિંગ કરી અને વિકેટ મેળવી. 19મી ઓવરમાં હાર્દિકે 9 રન આપ્યા હતા. ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
