મેયર અને ઉપમેયર પદની ચૂંટણીના સમયે મહાપાલિકા સભાગૃહમાં કોંગ્રેસ પક્ષના નગરસેવકોએ બેસવા માટે જગ્યા ન હોવાનું કારણ આપતા કરેલી ધાંધલની નોંધ સર્વપક્ષીય નેતાઓની જૂથનેતાની બેઠકમાં લેવામાં આવી. આ સમયે મહાપાલિકા સભાગૃહની ઉપલબ્ધ સીટમાં કેટલાક ફેરફાર, સુધારા કરીને નગરસેવકોને બેસવા માટે સીટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુંબઈ મહાપાલિકાની હેરિટેજ ઈમારત ભોંયતળિયુ વત્તા બે માળાની છે. આ ઈમારતમાં મર્યાદિત જગ્યા છે. સમયની સાથે નગરસેવકોની સંખ્યા વધતી રહી, જો કે સભાગૃહમાં સીટની સંખ્યા મર્યાદિત જ રહી. થોડા વર્ષ પહેલાં મહાપાલિકા સભાગૃહમાં લાગેલી આગ પછી સભાગૃહનું નૂતનીકરણ કરવામાં આવ્યું. જો કે સીટની સંખ્યા વધારવામાં આવી નહોતી.
2022 સુધી 227 નગરસેવક અને 5 સ્વીકૃત નગરસેવક, મહાપાલિકા સેક્રેટરી વિભાગના સંબંધિત અધિકારી, પત્રકારો માંડ માંડ સીટ પર બેસીને કામ કરતા હતા.

આ વખતે સ્વીકૃત નગરસેવકોની સંખ્યા 10 થઈ છે. તેથી જગ્યાનો પ્રશ્ન નિર્માણ થયો છે. મેયરની ઓફિસમાં ઉદ્ધવસેનાના જૂથનેતા કિશોરી પેડણેકર, કોંગ્રેસના જૂથનેતા અશરફ આઝમી, મનસેના જૂથનેતા યશવંત કિલ્લેદાર, શિંદેસેનાના જૂથનેતા અમેય ઘોલે વગેરે નેતાઓ, મેયર રીતુ તાવડે, ઉપમેયર સંજય ઘાડી અને કમિશનર ભૂષણ ગગરાણીની બેઠક પાર પડી હતી.
સભાગૃહમાં રાષ્ટ્રપુરુષોના પુતળા એક જ ઠેકાણે રાખવા, સભાગૃહની બહારની જગ્યા સભાગૃહમાં સમાવેશ કરવી, સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવતી જગ્યાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો વગેરે બાબતનો વિચાર બેઠકમાં કરવામાં આવ્યો હતો. સભાગૃહમાં લટકતા માઈક વાપરવાની પદ્ધતિ બંધ કરીને દરેક નગરસેવકની બેન્ચ પર કોર્ડલેસ માઈકની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
