મુંબઈના 227 વોર્ડમાં નોટા મત હાઈફાઈ અને સુશિક્ષિત ગણાતા કોલાબા વોર્ડમાં પડ્યા છે. સૌથી ઓછા નોટા મત શિવાજીનગર, માનખુર્દ, શિવાજીનગર ગોવંડી, કુર્લા પશ્ચિમ જેવા પછાત ગણાતા ભાગમાં પડ્યા છે. કોલાબાના પ્રભાગ નંબર 226માં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ અને ભાજપના ઉમેદવાર મકરંદ નાર્વેકર વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર તેજલ પવારની સીધી લડત થઈ. એમાં નાર્વેકરનો વિજય થયો. જો કે નોટા એટલે કે ઉપરના બધા ઉમેદવારોમાં કોઈને પણ મત નહીં વિકલ્પ 1 હજાર 404 મતદારોએ પસંદ કર્યો. કદાચ આ પ્રભાગમાં મતદારોને વિકલ્પ તરીકે બીજો કે ત્રીજો ઉમેદવાર ન હોવાથી આટલા નોટા મત પડ્યા એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

મુલુંડના પ્રભાગ નંબર 107માં પણ 1 હજાર 179 મતદારોએ પોતાનો મત નોટાને આપ્યો. અહીં 7 ઉમેદવાર લડાઈના મેદાનમાં ઊભા હતા. ભાજપ તરફથી ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયા ચૂંટણીના મેદાનમાં હતા. તેમની લડત અપક્ષ દિનેશ જાધવ સાથે થઈ અને ત્રીજા ક્રમે નોટાને મત મળ્યા હતા. ખાસ વાત એટલે ઠાકરે ભાઈઓ તરફથી આ પ્રભાગમાં ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં નહોતો. 2017માં મહાપાલિકા ચૂંટણીમાં બાન્દરા પૂર્વના એક પ્રભાગમાં 1 હજાર 135 જેટલા સૌથી વધુ મત નોટાને પડ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
