વિશ્વાસ જીતવા માટે સ્કૂલ બતાવી, પછી એગ્રીમેન્ટમાં કર્યા ગલ્લાતલ્લા: ફ્લેટ વેચવાનો અધિકાર ન હોવા છતાં આચરી છેતરપિડી; પોલીસને વધુ ભોગ બનનાર લોકોની આશંકા.
મુંબઈ પોલીસના એક ૬૬ વર્ષીય નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (API) સાથે રિયલ એસ્ટેટના નામે ₹૩૦ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘાટકોપરના પંત નગર વિસ્તારમાં પુત્ર માટે ઘર ખરીદવાની લાલચ આપી એક બિલ્ડર અને તેના ચાર સાથીદારોએ આ ઠગાઈ આચરી છે.
આરોપીઓએ નિવૃત્ત અધિકારીનો વિશ્વાસ જીતવા માટે એક ગજબની યુક્તિ અજમાવી હતી. તેમણે પોતાની આર્થિક સદ્ધરતા સાબિત કરવા માટે ભિવંડીમાં આવેલી એક ખાનગી શાળા બતાવી હતી અને દાવો કર્યો હતો કે તેના માલિક તેઓ પોતે જ છે. આ ઠગાઈના પ્રભાવમાં આવીને નિવૃત્ત અધિકારીએ પંત નગરમાં ફ્લેટ બુક કરાવવા માટે P30 લાખની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

જ્યારે લાંબો સમય વીતવા છતાં બિલ્ડરે એગ્રીમેન્ટ ન કરી આપ્યું અને સંપર્ક ટાળવાનું શરૂ કર્યું. ત્યારે અધિકારીએ પોતે તે બિલ્ડિંગની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જે ફ્લેટનો સોદો થયો હતો, તે વેચવાનો અધિકાર આરોપીઓ પાસે હતો જ નહીં. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા અધિકારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.પંત નગર પોલીસે આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે. પોલીસ હવે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય સંપર્કોની તપાસ કરી રહી છે જેથી આ ટોળકી દ્વારા અન્ય કોઈને શિકાર બનાવવામાં આવ્યા છે કે કેમ તે જાણી શકાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
