આંતરડાના કેન્સરને કોલોન કેન્સર કહેવાય છે. આ કેન્સર મોટા આંતરડામાં વધે છે. કોલોન કેન્સરની શરુઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે મોટાભાગના લોકો તેને ઈગ્નોર કરી દેતા હોય છે. તેમાં પણ જો સવારે બાથરુમ આ લક્ષણો દેખાય તો તેને ક્યારેય ઈગ્નોર કરવા નહીં.
મોટા આંતરડાનું કેન્સર જેને કોલોન કેન્સર પણ કહે છે તે જીવલેણ છે. દર વર્ષે અનેક લોકો કોલોન કેન્સરના કારણે જીવ ગુમાવે છે. કોલોન કેન્સરની શરુઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને ઈગ્નોર કરી દેતા હોય છે જેના કારણે કોલોન કેન્સર વિશે ખબર પડે ત્યાં સુધીમાં મોડુ થઈ જાય છે. આજે તમને જણાવીએ કોલોન કેન્સરના શરુઆતી લક્ષણો કયા છે જે સવારે ટોયલેટ જવા સમયે દેખાય છે.

મળમાં લોહી
સવારના સમયે જો મળમાં લોહી આવતું હોય તો તે નોર્મલ નથી. જો મળમાં લોહી આવે તો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી. સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે આ કોલોન કેન્સરનું લક્ષણ હોય શકે છે.
કબજિયાત રહેવી
કબજિયાત તો ઘણા લોકોને રહેતી હોય છે. પરંતુ જો કોઈને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવી અથવા વારંવાર કબજિયાત થઈ જવી આંતરડાના કેન્સરની શરુઆતનો સંકેત હોય શકે છે. આ સંકેતને પણ ઈગ્નોર ન કરો.

મરોડ જેવો દુખાવો થવો
સવારના સમયે પેટમાં દુખાવો કે મરોડ ઉઠતી હોય તો તે પણ કોલોન કેન્સરનો ઈશારો હોય શકે છે. લાંબા સમયથી સવારે પેટમાં દુખાવો કે મરોડ આવતી હોય તો તેને ઈગ્નોર ન કરો. સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરી લેવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
