મુંબઇ સહિતના મોટા શહેરમાં સતત વધતા જતા વાહનોને કારણે નવા નવા બ્રિજ અને ફ્લાયઓવર બાંધવામાં આવતા હોવા છતાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો ઉકેલ નથી આવતો. મુંબઇમાં દરરોજ સરેરાશ ૭૯૪ નવા વેહિકલ્સની નોંધણી થાય છે.
મુંબઇ, પુણે, નાગપુરમાં વાહનોના ભરા વાની સમસ્યા ઉકેલવાના પ્રયાસ રૃપે મેટ્રો રેલના નેટવર્કને વિસ્તારવામાં આવી રહ્યું છે એમ ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે મંગળવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.

ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટેની કામગીરી ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ સંયુક્ત રીતે કામગીરી બજાવે છે. જેને લીધે ઘણીવાર સ્થિતિ સુધારવાને બદલે વધુ ગુંચવાય છે. એટલે જ ટ્રાફિક થવાની સમસ્યાના ઉકેલ માટે ગૃહ ખાતાના એડિશનલ સેક્રેટરીના વડપણ હેઠળ એક સમિતિની નિમણૂંક કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
