
પીઓપીની મૂર્તિઓ પર સંપૂર્ણ બંધી મૂકવાના નિર્ણય વિરુદ્ધ પીઓપી મૂર્તિકારોના સંગઠને કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. આ બંધીના કારણે અનેક મૂર્તિકારોનો રોજગાર છીનવાઈ જશે એટલે શ્રીગણેશ મૂર્તિકાર કામદાર સંગઠને પોતાનો પક્ષ રજૂ કરવા કોર્ટમાં દાદ માગવાનું નક્કી કર્યું છે. પીઓપીની મૂર્તિઓ સરખામણીએ સસ્તી હોય છે. શાડૂની માટીનો ખર્ચ વધુ હોવાથી મૂર્તિના ખર્ચમાં બમણાથી વધુ વધારો થશે એવો મુદ્દો પીઓપી મૂર્તિકારો રજૂ કર્યો છે.
પીઓપીનો વિકલ્પ આપવા નિમેલી નિષ્ણાતોની સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કરીને સક્ષમ વિકલ્પ આપવો એવો મત કેટલાક મૂર્તિકારોએ વ્યક્ત કર્યો છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર 2020માં બંધી મૂકી હતી. જો કે વિવિધ કારણોસર આ નિર્ણયની અમલબજાવણી ઠેલાતી રહી. હવે હાઈ કોર્ટે ફટકાર્યા બાદ આ વખતના માઘી ગણેશોત્સવથી 100 ટકા પીઓપી બંધીનો નિર્ણય લાગુ કરવાનો નિર્ણય મહાપાલિકા પ્રશાસને લીધો.

માઘી ગણેશ જયંતી ઉત્સવમાં પીઓપી ગણપતિ મૂર્તિઓનું ક્યાંય પણ વેચાણ થવા ન દેશો. આમ થશે તો એ ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થવા નહીં દેતા એવો આદેશ હાઈ કોર્ટે 30 જાન્યુઆરીના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ મંડળ, રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકા સહિત અન્ય મહાપાલિકાઓને આપ્યો હતો. ભાદરવાના ગણેશોત્સવમાં પણ આ નિર્ણયની અમલબજાવણી કરવામાં આવશે. એના માટે મુંબઈ મહાપાલિકાએ અત્યારથી જ નિયોજન શરૂ કર્યું છે.
ગણેશોત્સવને હજી છથી સાત મહિનાનો સમય છે છતાં આ વર્ષનો ગણેશોત્સવ પર્યાવરણપૂરક હોય એ માટે મહાપાલિકાએ અત્યારથી જ નિયોજન શરૂ કર્યું છે. ફક્ત પર્યાવરણપૂરક મૂર્તિ ઘડતા મૂર્તિકારોને જ મંડપ માટે પરવાનગી આપવામાં આવશે. તેમ જ શાડૂની માટી વિનામૂલ્ય આપવામાં આવશે. ઉત્સવ દરમિયાન મૂર્તિના આગમન, વિસર્જન સહેલું થાય એટલી ઉંચાઈની જ મૂર્તિ ઘડવામાં આવે એવી સૂચક શરત પરવાનગી માટે મૂકવામાં આવી છે. હાઈ કોર્ટ અને મહાપાલિકાના નિર્ણયના કારણે ગણેશોત્સવ મંડળો પણ દ્વિધામાં છે. જો કે એમાં સૌથી પહેલો ફટકો પીઓપીની મૂર્તિ ઘડનારા કામદારોને પડશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
