માતા રમાબાઈ આંબેડકર નગર પુનર્વિકાસ યોજના માટે ઘાટકોપરમાં ૮૪,૬૩૮.૭૨ ચોરસ મીટર જમીનનો કબજો મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને મળી ગયો છે. બીજી ૭૧,૭૩૮.૭૩ ચોરસ મીટર જમીન સમયમાં એમએમઆરડીએના કબજામાં આવી જશે. આને પગલે રમાબાઈ આંબેડકર નગર પુનર્વિકાસ પ્રોજેક્ટ વેગ પકડશે.
ઘાટકોપરથી થાણા સુધીના ફ્રીવેના વિસ્તરણથી રમાબાઈ આંબેડકર નગરમાં ઝૂંપડાઓને અસર થશે.
એમએમઆરડીએએ અસરગ્રસ્ત ઝૂંપડાઓ સહિત સમગ્ર રમાબાઈ આંબેડકર નગરનો પુનર્વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર એમઆરએ ઓથોરિટી અને એમએમઆરડીએ દ્વારા સંયુક્ત ભાગીદારીના ધોરણે પણ આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે બંને સરકારી એજન્સીઓ વચ્ચે સંયુક્ત કરાર પણ કરવામાં આવ્યા છે. એમઆરએ ઓથોરિટીની જવાબદારી પરિશિષ્ટ-૨ તૈયાર કરવાની, ઝૂંપડાં તોડી પાડવાની અને પ્લોટ ખાલી કરીને એમએમઆરડીએને સોંપવાની છે.

એમએમઆરડીએ ૧૪ હજાર ઝૂંપડપટ્ટીવાસીઓના પુનર્વસન માટે જવાબદાર છે. એમઆરએ ઓથોરિટીએ લાયકાતના માપદંડ નક્કી કરીને મોટી સંખ્યામાં ઝૂંપડા તોડી પાડવાની કામગીરી પૂર્ણ કરી છે.
૧ હજાર ૪૫૦ કરોડના ખર્ચે ૨૨ માળની છ પુનર્વસન ઇમારતોનું નિર્માણ કરવામાં આવશે અને તેમાં ૪ હજાર ૫૩ ઘરનો સમાવેશ કરવામાં આવશે. આમ આ યોજના માટે ૮૪,૬૩૮.૭૨ ચોરસ મીટર જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે અને બીજી ૭૧,૭૩૮.૭૩ ચોરસ મીટર જમીન પર કબજો લેવામાં આવશે

For more details… Contact 9322529232 / 9324483455
