મુલુંડ રેલ્વે સ્ટેશન પર પતિએ પત્નીને ટ્રેન સામે ધકેલી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શનિવારે સવારના સમયે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી દંપતી રાજુ ગુપ્તા (૪૨) અને પુષ્પા ગુપ્તા (૪૦) વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં રાજુએ પુષ્પાને સામેથી આવી રહેલી ટ્રેનની સામે ધકેલી દેતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. મુલુન્ડ રેલવે સ્ટેશન પર એક હચમચાવી નાખે તેવી ઘટનામાં મળેલી માહિતી મુજબ ગુપ્તા દંપતી મુલુન્ડમાં પોતાના એક સંબંધીના ઘરે આવ્યા હતા અને પ્રસંગ પૂરો થતાં તેઓ ઉત્તરપ્રદેશ પાછા જવા માટે સવારે સાડા દસ વાગ્યે મુલુન્ડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પર પહોંચ્યા હતા.

પુષ્પા વચ્ચે આવતા લેડીઝ ડબ્બા પાસે ઊભી હતી. જ્યારે રાજુ પાછળના ડબ્બા પાસે ઊભો હતો. રાજુએ ટ્રેન આવતી જોઈ અને પુષ્પા પાસે આવીને તેને ધક્કો મારી દીધો હતો. જોરદાર અથડામણને કારણે પુષ્પાના શરીરનો ભૂક્કો બોલાઈ ગયો હતો જેમાં માથું અને બંને હાથ શરીરથી અલગ થઈ ગયા હતા. ઘટના બાદ રાજુ ત્યાંથી નાસી છૂટયો હતો જે હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. કુર્લા જીઆરપી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
