આવતીકાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક એવમ્ હૃદયસ્પર્શી નાટિકાનું અનોખું આયોજન
તેજપ્રકાશ ઉપાશ્રયમાં શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે World Navkar Day અવસરે નવકાર મહામંત્રની જપ -સાધનામાં સેંકડો ભાવિકો ભક્તિભાવે જોડાયા. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા આયંબિલ ઓળી અર્થે પધારતા જામનગરની ધન્ય ધરા પર ધાર્મિક માહોલ સર્જાયો છે.

નિત્ય પ્રવચન, તપ-સાધના અને વિવિધ આયોજન અંતર્ગત આજે world Navkar day અવસરે આયોજિત સામુહિક નમસ્કાર મહામંત્રની જપ-સાધનામાં 500થી વધુ ભાવિકો વિશ્વ કલ્યાણની શુભ ભાવના સાથે શ્રદ્ધાભાવે જોડાયા હતા અને આત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. આ અવસરે જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી પણ નમસ્કાર મહામંત્રની જપ-સાધનામાં ભાવથી જોડાયા હતા.
આવતીકાલે 10th એપ્રિલના રોજ સવારે 10:30 કલાકે આપણા મહાઉપકારી ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરે મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે જામનગરના પ્રસિદ્ધ ટાઉન હોલમાં એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી નાટિકા ‘મેં પહેચાન ન પાયા’ પ્રસ્તુત કરવામાં આવશે. જેના એક-એક નયનરમ્ય દ્રશ્યો એક નવી દ્રષ્ટિ આપનાર હશે. એક-એક દ્રશ્ય નિહાળતા-નિહાળતા અંતર મન કહેશે, ઓહ! આવા હતા મારા ભગવાન મહાવીર …હું તો એમને ઓળખી ન શક્યો અને હૃદય પ્રભુભક્તિના અહોભાવથી છલકાઈ જશે .

ક્યારેક જ પ્રસ્તુત થતી આવી નાટિકા દ્વારા ભગવાનને જાણવા અને માણવા સર્વને પધારવાનું શ્રી સંઘ તરફથી હાર્દિક આમંત્રણ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
