આજથી મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની હાયર સેકેન્ડરી સર્ટિફિકેટ (એચએસસી)ની એટલે કે બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેમાં રાજ્યભરમાં ૧૫,૩૨,૪૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. છેલ્લાં પાંચ વર્ષમાં પરીક્ષામાં કોપી કરવાથી લઈને અન્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે ૨૪૮ પરીક્ષા સેન્ટરને સંવેદનશીલ જાહેર કર્યાં છે.
આજથી શરૂ થઈ રહેલી પરીક્ષા માટે કુલ ૧૫,૩૨,૪૮૭ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે, જેમાં ૮,૨૦,૨૨૯ વિદ્યાર્થી અને ૭,૧૨,૨૪૦ વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. તો ૧૮ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ છે.કુલ વિદ્યાર્થીમાંથી ૭,૯૯,૭૭૩ સાયન્સ સ્ટ્રીમ, ૩,૮૦,૬૯૨ આર્ટસ અને ૨૭,૩૭૮ કોમર્સના વિદ્યાર્થીઓ છે. તો વોકેશન કોર્સના ૪,૪૯૨ વિદ્યાર્થીઓ છે.
બોર્ડની પરીક્ષા માટે ૩,૩૮૭ પરીક્ષા સેન્ટર છે, તેમાંથી પંચાવન ટકા સેન્ટર સીસીટીવી કેમેરાથી સજ્જ છે. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘એન્યુ કોપી-ફ્રી’ પહેલના ભાગરૂપે સીસીટીવી કેમેરા નહીં ધરાવતાં ૧૭૨ સેન્ટરના કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, વધુમાં ૨૪૮ સેન્ટરને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ ૨૭૧ ફ્લાઈંગ સ્કવોડની નિમણૂક કરવામાં આવી છે, જે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં દરેક જિલ્લામાં વિજિલન્સ ટીમની પણ રચના કરવામાં આવી છે, જયારે ડિવિઝનલ બોર્ડ દ્વારા ખાસ ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે, બોર્ડના સભ્યો અને જિલ્લા સ્તરના સરકારી અધિકારીઓને પરીક્ષાના સેન્ટરની ઓચિંતી મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે.
કોઈ પણ સેન્ટરમાં ગેરરીતિ આચરનારા, ઉશ્કેરનારા, મદદ કરનારા અથવા પ્રોત્સાહન આપનારાઓને તેમ જ સીધી રીતે આવા કૃત્યમાં સંડોવાયેલા લોકો સામે મહારાષ્ટ્ર પ્રીવેન્શન ઓફ માલપ્રેક્ટીસ એક્ટ, ૧૯૮૨ હેઠળ કેસ નોંધવામાં આવશે. સ્ટેટ બોર્ડે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ઝેરોક્ષ સેન્ટર પણ સામાન્ય ૧૦૦ મીટરને બદલે એક્ઝામ સેન્ટરની ૫૦૦ મીટરની ત્રિજયામાં બંધ રહેશે.

વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે સ્ટેટ બોર્ડે ૧૦ કાઉન્સેલરોની નિમણૂક કરી છે. દરેક ડિવિઝનલ બોર્ડ સ્તરે બે કાઉન્સેલર રહેશે. તેના ફોન નંબર વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે.
હેલ્પલાઈન નંબર : ૯૯૬૦૬૪૪૪૧૧, ૭૯૭૨૫૭૩૭૪૨, ૯૮૩૪૯૮૪૫૮૩, ૯૩૫૯૯૭૮૩૧૫, ૮૧૬૯૦૨૨૧૪, ૯૩૭૧૬૬૧૨૫૫, ૭૨૦૮૪૨૧૩૮૧, ૭૭૦૧૯૫૬૦૬૮, ૮૪૨૧૧૫૯૫૨૮, ૯૪૦૪૭,૮૩૯૯૬.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
