મુંબઈ મહાપાલિકાએ સોમવારે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ સ્થિત કૂપરેજ બેન્ડસ્ટેન્ડ ગાર્ડનની અંદર સાત વર્ષ માટે હોર્સ કેરાઉઝલની સ્થાપના અને જાળવણી માટે ટેન્ડર જારી કર્યાં છે. આ એક મનોરંજન સવારી છે, જેમાં ફરતા ગોળાકાર પ્લેટફોર્મ અને સવારો માટે બેઠકોનો સમાવેશ થાય છે.મુંબઈની સૌથી જૂની ખુલ્લી જગ્યામાંની એક, કૂપરેજ બેન્ડસ્ટેન્ડ ગાર્ડન 19મી સદીમાં શહેરના ઉમરાવો તેમ જ સામાન્ય નાગરિકો માટે એક લોકપ્રિય સ્થળ હતું.
1860ના દાયકા દરમિયાન, ઓવલ મેદાન, મેડમ કામા રોડ અને મહર્ષિ કર્વે રોડનો સમગ્ર વારસો એક સહેલગાહ હતો અને આ બગીચાને સ્થાનિક લોકોમાં હોર્સ ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવતો હતો, કારણ કે લોકો સહેલગાહની બાજુમાં ઘોડાની સવારીનો આનંદ માણવા માટે ત્યાં જતા હતા. જોકે બદલાતા સમય સાથે, ઘોડાની સવારી બંધ કરવામાં આવી અને જાળવણીના અભાવે બગીચો પણ જર્જરિત થઈ ગયો હતો. 2018 અને 2021 ની વચ્ચે, મહાપાલિકા સત્તાવાળાઓએ સમગ્ર બગીચાનું નવીનીકરણ કર્યું, જેમાં મધ્યમાં આવેલા બેન્ડસ્ટેન્ડ સ્ટ્રક્ચરનો પણ સમાવેશ થાય છે.

એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ (ઈઓએલ) દસ્તાવેજ મુજબ, પ્રસ્તાવિત કેરાઉઝલ 5,000 ચોરસફૂટ જમીન પર બનાવવામાં આવશે અને તેમાં 32 બેઠકો હશે, મહાપાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઠકો એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે, તેમાં એક બાળક અને એક પુખ્ત વયના લોકો બાજુમાં બેસી શકે.આ પહેલી વાર બનશે કે, મહાપાલિકાના બગીચામાં આવી રાઇડ સ્થાપિત કરવામાં આવશે. અમે આ પ્રોજેક્ટને જાહેર-ખાનગી-ભાગીદારી (પીપીપી) મોડેલ હેઠળ પ્રસ્તાવિત કરી રહ્યા છીએ, જે હેઠળ મહાપાલિકાની જમીનમાં જમીન ભાડે આપીશું, જ્યારે કોન્ટ્રાક્ટર તેનું સંચાલન અને જાળવણી કરશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, જનરેટ થતી આવક મહાપાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે કરારના આધારે વહેંચવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેરાઉઝલ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ કોલાબાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર તરફથી આવ્યો હતો. કોલાબાના ભૂતપૂર્વ કોર્પોરેટર મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે, તેમણે ગયા વર્ષે મહાપાલિકાના અધિકારીઓને પત્ર લખીને આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા વિનંતી કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
