
અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા સામાન્ય થતી જાય છે. ગેસ અને એસિડીટ થઈ જાય તો તેને મટાડવા માટે આ ઘરેલુ ઉપાય ફોલો કરી શકાય છે. તેનાથી તુરંત આરામ મળી શકે છે.
આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ બેઠાડું અને આહાર અનહેલ્ધી થઈ ગયો છે. જેના કારણે ગેસ અને એસિડિટી સામાન્ય સમસ્યા બની ગઈ છે. એવા અનેક લોકો મળશે જેને નિયમિત એસિડિટી કે ગેસ રહેતા હોય. એસિડિટીના કારણે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને ઉલટી જેવી તકલીફો થાય છે. જ્યારે ગેસના કારણે પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો જેવી તકલીફો રહે છે.
ગેસ અને એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટમાં ગેસ અને એસિડનું પ્રમાણ વધી જાય છે. ગેસ અને એસિડિટી ઘણા બધા કારણથી થઈ શકે છે પરંતુ સૌથી મોટું કારણ ખરાબ આહાર પાચનતંત્રની સમસ્યા કે ચિંતા હોઈ શકે છે.

જો તમે પણ ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને આ સમસ્યાનો દૂર કરી શકો છો. આજે તમને ઘરમાં રહેલી એવી વસ્તુઓ વિશે જણાવીએ જે ગેસ અને એસિડિટીથી ગણતરીની મિનિટોમાં મુક્તિ અપાવી શકે છે.
ગેસ અને એસિડિટી માટેના ઘરેલુ ઉપાય
અજમા
ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં અજમો મદદગાર સાબિત થઈ શકે છે. અજમાના ગુણ એસિડિટી અને ગેસને દૂર કરી શકે છે. ગેસ અને એસિડિટીની સ્થિતિમાં પાણી સાથે અજમા ખાઈ શકાય છે. ચપટી અજમાને ચાવીને ખાવાથી પણ થોડી જ મિનિટોમાં ગેસ અને એસિડિટીથી રાહત મળે છે.
લીંબુ અને મધ
ગેસ અને એસિડિટીને દૂર કરવામાં લીંબુ અને મધનું મિશ્રણ પણ મદદ કરી શકે છે.આ તકલીફ દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ તેનાથી થોડી જ મિનિટોમાં આરામ મળી જશે.
સંચળ
ગેસ અને એસિડિટી મટાડવા માટે સંચળ પણ ફાયદાકારક છે. સંચળમાં ગેસ અને એસિડિટીને મટાડવાના અચૂક ગુણ હોય છે. પાણીમાં સંચળ મિક્સ કરીને પી લેવાથી તકલીફ ઝડપથી દૂર થઈ શકે છે.

ફુદીનો
ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં ફુદીનો પણ મદદગાર છે. ફુદીનો ગેસ અને એસિડિટીને મટાડે છે. જેમને આ સમસ્યા હોય તેમણે ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ અથવા તો ફુદીનાનો રસ પીવો જોઈએ તેનાથી થોડી જ મિનિટોમાં આરામ મળી જશે.

For more details… Contact 9322529232 / 9324483455
