હિના
2025નું વર્ષ બાંધકામ વ્યવસાય માટે ઘણું સંતોષજનક રહ્યું છે. આ વર્ષમાં ઘરના વેચાણ બાંધકામ વ્યવસાયને પ્રોત્સાહન અને ઉત્તેજન આપનાર સાબિત થયું છે. આ વર્ષમાં 1 લાખ 37 હજાર કરતા વધારે ઘરના વેચાણ થયા. વર્ષના અંતે ડિસેમ્બરમાં ઘરવેચાણનો આંકડો માર્ચ પછી સૌથી મોટો બન્યો છે. માર્ચમાં 15 હજારથી વધુ ઘરના વેચાણ થયા હતા. એ પછી હવે ડિસેમ્બરમાં ઘરવેચાણનો આંકડો 14 હજારને પાર ગયો છે. રાજ્ય સરકારના આ ઘરવેચાણમાંથી સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે 1200 કરોડ રૂપિયાથી વધુ મહેસૂલ મળ્યું છે. તેથી ડિસેમ્બર મહિનો પણ બાંધકામ વ્યવસાય માટે રાહતદાયક બન્યો છે.
મુંબઈમાં કોરોના સંકટ બાદ પોતાનું ઘર લેવા પર ગ્રાહકોની પસંદગી વધી છે. તેથી જ છેલ્લા ત્રણચાર વર્ષથી ઘરવેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. 2024માં 1 લાખ 41 હજારથી વધુ ઘરના વેચાણ થયા. એના લીધે 12 હજાર 141 કરોડ રૂપિયાથી વધુ મહેસૂલ મળ્યું હતું. 2023ની સરખામણીએ 2024માં ઘરવેચાણમાં 11 ટકાનો વધારો થયો હતો. હવે 2025માં પણ ઘરવેચાણની સંખ્યા 2024ની સરખામણીએ થોડી ઓછી છે છતાં સંતોષકારક માનવામાં આવે છે. 2025માં 1 લાખ 37 હજારથી વધુ ઘરનું વેચાણ થયું.

2025માં બધા જ બાર મહિનામાં ઘરવેચાણનો આંકડો 11 હજારને પાર ગયો છે. આ વર્ષમાં સૌથી વધુ ઘરનું વેચાણ માર્ચ મહિનામાં થયું. માર્ચમાં 15 હજાર 501 ઘર વેચાયા અને એના લીધે રાજ્ય સરકારને 1503 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું. એ પછી એપ્રિલમાં 13 હજાર 80 ઘર વેચાયા જેના લીધે 1114 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું. માર્ચ-એપ્રિલ છોડીને બાકીના મહિનાઓમાં ઘરનું વેચાણ 13 હજારનો આંકડો પાર કરી શક્યો નહોતો. જાન્યુઆરીમાં 12,249, ફેબ્રુઆરીમાં 12066, મે 11,564, જૂન 11,597, જુલાઈ 12,579, ઓગસ્ટ 11,230, સપ્ટેમ્બર 12070 અને નવેમ્બરમાં 11,648 ઘરના વેચાણ થયા હતા.
2024ની સરખામણીએ ઓછા ઘર વેચાયા માર્ચ પછી હવે ડિસેમ્બરમાં ઘરના વેચાણ આંકડો મોટો થયો છે. ડિસેમ્બરમાં 14 હજાર કરતા વધારે ઘરના વેચાણ થયા જેના લીધે 1200 કરોડ રૂપિયાથી વધારે મહેસૂલ મળ્યું. તેથી વર્ષનો અંત બાંધકામ વ્યવસાય માટે રાહત આપનારો સાબિત થયો છે. ડિસેમ્બરમાં થયેલા ઘરવેચાણ સાથે આખા વર્ષમાં ઘરનું વેચાણ 1 લાખ 37 હજાર સુધી પહોંચ્યું છે. 2024ની સરખામણીએ ઘરવેચાણ એકંદરે થોડું ઓછું છે છતાં એ સંતોષજનક હોવાનું બાંધકામ વ્યવસાયના નિષ્ણાતો જણાવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
