આમલીનો ઉપયોગ તમે પણ ચટણી બનાવવા માટે કરતાં હશો. પણ શું તમે જાણો છો કે આમલી બ્લડ શુગર કંટ્રોલ કરવાથી લઈ સ્કિન પર ગ્લો લાવવા સુધીના ફાયદા કરી શકે છે ? નથી જાણતાં તો ચાલો આજે તમને જણાવીએ.
આમલીનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. મોટાભાગે લોકો આમલીનો ઉપયોગ ચટણી બનાવવામાં અને વાનગીમાં ખટાશ માટે કરતાં હોય છે. જો કે આમલી ફક્ત 2 વસ્તુ માટે જ ઉપયોગી નથી. આમલી ખાવાથી સ્વાસ્થ્ય લાભ પણ થઈ શકે છે. આમલીનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા જેવી સમસ્યામાં પણ કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ આમલીથી હેલ્થને થતા ફાયદાઓ વિશે.
ડાયાબિટીસમાં આમલી

ડાયાબિટીસ હોય તેમના માટે આમલી લાભકારી છે. ડાયાબિટીસમાં પેશન્ટને તેનું બ્લડ શુગર કંટ્રોલ કરવાની ચિંતા હોય છે. આ ચિંતાથી મુક્ત થવું હોય તો આમલી મદદ કરી શકે છે. આમલી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. શરીરમાં કાર્બ્સ વધે એટલે શુગર સ્પાઈક થાય છે. આમલી શરીરમાં કાર્બ્સને જ કંટ્રોલ કરી લે છે જેના કારણે શુગર સ્પાઈકથી બચી શકાય છે. ડાયાબિટીસમાં આમલીનો ઉપયોગ કરવો હોય તો આમલીનું જ્યૂસ ખાંડ વિના લઈ શકો છો.
વજન ઓછું કરવામાં મદદ કરશે
આમલીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી કરવામાં પણ મદદ મળે છે. કારણ કે આમલીમાં ટાર્ટરિક એસિડ હોય છે જે આપણા શરીરમાંથી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય આમલીમાં રહેલું એસિડ શરીરમાં વધતાં ફેટને રોકે છે. આમલીનું પાણી પીવાથી ક્રેવિંગ કંટ્રોલમાં રહે છે અને કેલેરી ઈંટેક ઘટી જાય છે. જેના કારણે વેટ લોસ ઈઝી થઈ જાય છે.
સ્કિનને થતા ફાયદા
આમલીથી સ્કિન પર પણ ગ્લો આવી શકે છે. આમલીમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. એન્ટી ઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સથી સ્કિનને થતા નુકસાનને અટકાવે છે. નુકસાન થતું અટકે એટલે સ્કિન પર ગ્લો વધે અને સ્કિન વધારે સુંદર દેખાય છે.
આ સિવાય આમલીમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. વિટામિન સી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ઈમ્યૂન સિસ્ટમ સારી હોય તો બીમારીથી બચી શકાય છે. આમલીનો ઉપયોગ કરવાથી શરીરને આવા લાભ થઈ શકે છે. પરંતુ કોઈ ગંભીર સમસ્યા પહેલાથી હોય તો આમલીનો ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
