જેમ જેમ ગરમી વધશે તેમ તેમ લોકો પીવા માટે એવી વસ્તુઓ શોધવા લાગશે જેને પીવાથી શરીરને ઠંડક મળે અને ગરમી ન લાગે. તમારે શરીરને ઠંડક આપતા પીણા શોધવાની મહેનત ન કરવી પડે એટલે તમને પહેલાથી જ 4 દેશી પીણા વિશે જણાવી દઈએ.
જેમ જેમ ગરમી વધશે તેમ તેમ લોકો ઠંડા પાણીથી લઈ ઠંડા પીણા વધારે પીવા લાગશે. ગરમીના દિવસોમાં શરીરને લૂ, હિટ સ્ટ્રોક ન લાગે તે માટે પ્રવાહી વધારે માત્રામાં લેવું જરૂરી પણ હોય છે.
મોટાભાગે લોકો ગરમીથી બચવા માટે ઉનાળામાં વારંવાર ફ્રિજનું ઠંડુ પાણી કે પછી કોલ્ડડ્રિંક પી લેતા હોય છે. પરંતુ આવી વસ્તુઓ શરીરને થોડીવાર માટે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ઉનાળા દરમિયાન ઠંડા પાણીથી ઠંડક મેળવવાને બદલે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને અંદરથી ઠંડક આપે. શરીરને અંદરથી ઠંડક આપે તે માટે 4 દેશી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.

આજે તમને 4 એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે ઉનાળા દરમિયાન લિક્વિડ ફોર્મમાં લઈ શકો છો. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરને જરૂરી ઠંડક મળશે. ઉનાળામાં બહાર ગમે એટલી ગરમી પડતી હોય જો તમે આ વસ્તુઓ પીવાનું રાખશો તો ગરમીની અસર તમને થશે નહીં. કારણ કે આ 4 વસ્તુઓ એવી છે જે શરીરના ટેમ્પરેચરનું બેલેન્સ કરવામાં મદદ કરે છે.
શરીરને અંદરથી ઠંડક આપતી 4 વસ્તુઓ
સત્તુનું શરબત
સત્તુનું શરબત ઉનાળામાં ખૂબ જ ફાયદો કરે છે. સત્તુ ગરમી માટે લોકપ્રિય શરબત છે. સત્તુ એટલે કે શેકેલા ચણામાંથી બનાવેલો પાવડર. આ પાવડરમાં પાણી લીંબુ અને મીઠું ઉમેરવામાં આવે તો હેલ્ધી એનર્જી ડ્રિંક બની જાય છે. ઉનાળા દરમિયાન એક ગ્લાસ સત્તુ પી લેવાથી શરીરને પ્રોટીન, ફાઇબર અને અન્ય જરૂરી પોષક તત્વો મળી જાય છે. તત્વોનું શરબત પીવાથી શરીરને શક્તિ પણ મળે છે અને શરીર અંદરથી ઠંડુ રહે છે જેના કારણે તડકાના કારણે થતી સમસ્યાથી બચી શકાય છે. તત્વોનું શરબત પીવાથી ગરમી દરમિયાન શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને લુ થી બચાવ થાય છે.
બીલીના ફળનું શરબત

ઉનાળા દરમિયાન બીલીના ફળનું શરબત પીવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ ઘરમાં બિલીના ફળનું શરબત બનાવીને રાખવામાં આવે છે. બીલીના ફળનું શરબત શરીરને ઠંડક આપે છે. આયુર્વેદ અનુસાર બીલી પાચનમાં મદદ કરે છે અને ગરમીથી રાહત આપવા નું કામ કરે છે.
છાશ
ભોજન સાથે પીવાતી છાશ ઉનાળામાં રોજ પીવી જોઈએ. દહીંમાંથી બનતી છાશ પીવાથી શરીરને પ્રોબાયોટિક્સ મળે છે. છાળ પાચન સુધારે છે. છાશ પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને પેટ પણ હળવું રહે છે.
ખસનું શરબત
ખસનું શરબત ખસના મૂળમાંથી બને છે. ખસ સુગંધી છોડ હોય છે જેના મૂળનો ઉપયોગ શરબત બનાવવા માટે કરવામાં આવે છે. ખસનું શરબત પણ શરીરને ઠંડક આપે છે અને ગરમીના કારણે લાગતા થાકને દુર કરે છે. ખસની તાસીર ઠંડી હોય છે. ખસનું શરબત પીવા ઉપરાંત તમે ખસના મૂળને પાણીના માટલામાં રાખી શકો છો. તેનાથી ખસના ગુણ પાણીમાં ભળી જાય છે. ખસ વાળુ પાણી પીવું પણ લાભકારી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
