નાગરવેલના પાન શરીર માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે જો તમે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવાનું રાખો. આજે તમને જણાવીએ આ પાન ખાવાની સાચી રીત કઈ છે. આ રીત ફોલો કરશો તો વધતી ઉંમરે પણ શરીર 25 વર્ષના જુવાન જેવું રહેશે.
દેશભરમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાનનો ઉપયોગ દવા તરીકે,મુખવાસ તરીકે કરવામાં આવે છે અને તેને ધાર્મિક વિધિમાં પણ મહત્વ આપવામાં આવે છે. પૂજાથી લઈ ભોજનમાં સામેલ થતું આ પાન ચમકદાર, સુગંધી હોય છે. આ પાનના ગુણ તેને સૌથી ખાસ બનાવે છે. આ પાન શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે. આ પાન શરીરને ફીટ રાખી શકે છે. ખાસ કરીને વધતી ઉંમરે આ પાન શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય લાભ કરે છે. નાગરવેલના પાન આવી જ વસ્તુ છે. જો તમે યોગ્ય રીતે તેનું સેવન કરો છો તો શરીરને તેનાથી અઢળક લાભ થાય છે.

નાગરવેલનું પાન ખાવાથી થતા લાભ
1. જમ્યા પછી પાન ખાવાની પરંપરા વર્ષો જુની છે. જમ્યા પછી એક સાદું પાન ખાવાથી પાચન તંત્ર સુચારું રીતે કામ કરે છે. નાગરવેલના પાનમાં એવા તત્વ હોય છે જે ભોજનનું પાચન ઝડપથી થાય તેમાં મદદ કરે છે. તેનાથી ગેસ, પેટ ફુલવું, એસિડિટી જેવી સમસ્યાથી રાહત મળે છે.
2. બદલતા વાતાવરણમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધી જતી હોય છે. આ સમયે પાન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલા ગુણ શ્વસન તંત્રના સોજા દુર કરવામાં મદદ કરે છે. શરદી હોય તો સ્ટીમ લેવાના પાણીમાં પાન ઉમેરી સ્ટીમ લેવાથી લાભ થાય છે.

3. જો તમે થાક કે ઉદાસી અનુભવતા હોય તો પાન ખાવું. પાન ખાવાથી મગજને શાંતિ અને તાજગી મળે છે. પાનમાં રહેલા રસાયણ મૂડ સુધારે છે.
4. નાગરવેલના પાનમાં જીવાણુરોધી ગુણ હોય છે જે મોં માં વધતાં બેક્ટેરિયાને મારે છે. તેનાથી શ્વાસની દુર્ગંધ અને પેઢાના સોજામાં રાહત થાય છે. તેનાથી સંક્રમણથી બચી શકાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
