ઘણીવાર સવારે જાગો ત્યારે ગળું સૂકું લાગે છે. ક્યારેક આવું થાય તો તે સામાન્ય હોય શકે છે. પરંતુ તમારી સાથે રોજ આવું થતું હોય તો તુરંત ડોક્ટર પાસે પહોંચી જજો. કારણ કે આ લક્ષણ ગંભીર બીમારીનો સંકેત પણ હોય શકે છે.
તમે ઘણીવાર અનુભવ્યું હશે કે સવારે જાગો પછી ગળું સુકાયેલું લાગે. આમ તો આ સમસ્યા સામાન્ય છે. જો ક્યારેક આવું લાગતું હોય તો તે નોર્મલ છે. પરંતુ આ સમસ્યા રોજની હોય તો તેને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં. કારણ કે ડ્રાય થ્રોટ ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. જો તમને રોજ આ સમસ્યા થતી હોય તો સમજી લેવું કે તમારા શરીરમાં કંઈક ગડબડ ચાલી રહી છે. સવારે ગળું સુકાતું હોય તો તેના ઘણા બધા કારણ હોઈ શકે છે જેમ કે સુવાની ખોટી રીત, રૂમની હવા કે પછી શરીરની અંદરનું ઈમ્બેલેન્સ. તો ચાલો તમને જણાવીએ કઈ સમસ્યાના કારણે સવારના સમયે ગળું સુકાયેલું લાગે છે.
મોં ખુલ્લું રાખીને શ્વાસ લેવો
રાત્રે સૂતી વખતે મોં ખુલ્લું રાખીને શ્વાસ લેતા લોકોને સવારના સમયે ગળું સૂકું લાગે છે. મોં ખુલ્લું રાખવાથી લાળ સુકાઈ જાય છે. ગળું સુકાવાની સમસ્યા ઘણી વખત શરદી, ઉધરસ કે એલર્જીના કારણે પણ થાય છે. જો તમને આ પ્રકારની સમસ્યા વારંવાર થતી હોય તો ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો.

ઓછું પાણી પીવું
શિયાળામાં આ ભૂલ લોકો કરતા હોય છે. ઓછું પાણી પીવાના કારણે શરીરમાં પાણીની ખામી સર્જાય છે. જેના કારણે જ્યારે આપણે સવારે જાગીએ છીએ તો ગળું સુકાયેલું લાગે છે. તેથી રોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખવું.
એલર્જી
સીઝનલ એલર્જી જેમકે ધૂળ અને માટીની એલર્જી અથવા તો પાલતુ પ્રાણીથી એલર્જી હોય તો ગળામાં મ્યુકસ જમા થઈ જાય છે અને તેના કારણે પણ ગળામાં ડ્રાયનેસ વધી જાય છે.
ડ્રાય થ્રોટથી છુટકારો કેવી રીતે મેળવવો ?
સવારે ગળું સુકું રહેતું હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવું અને સૂતી વખતે નાકથી શ્વાસ લેવાની ટેવ પાડવી. આ સિવાય સુતા પહેલા હંમેશા હળવો આહાર લેવો. જો આ ઉપાયો કર્યા પછી પણ આરામ ન મળે તો તુરંત ડોક્ટરને સંપર્ક કરવો. કારણ કે રોજ ગળું સુકું લાગવું થાઇરોડ કે પછી ઊંઘ સંબંધિત ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
