
ખરાબ આહારના કારણે લીવરમાં ટોક્સિન જમા થઈ જાય છે. લીવરને ડિટોક્સ કરવા માટે તમે કેટલાક નેચરલ ડ્રિંક્સની મદદ લઈ શકો છો. આ 5 ડ્રિંક્સ સડતા લીવરનું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે.
આજના સમયમાં લીવર સંબંધિત સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે. નાની ઉંમરમાં પણ લોકો ફેટી લીવરની સમસ્યાનો શિકાર થઈ જાય છે. જેનું મુખ્ય કારણ છે તેલ મસાલાવાળું ભોજન, જંક ફૂડ, કોલ્ડ્રીંક અને દારૂનું સેવન. લીવરમાં સેલ્ફ ક્લીનીંગ કેપેસિટી હોય છે તેમ છતાં અનહેલ્થી વસ્તુઓ નિયમિત અને વધારે પ્રમાણમાં ખાવાથી લીવરમાં ટોક્સિન જામવા લાગે છે અને સોજો આવી જવાનું જોખમ પણ રહે છે. આ સ્થિતિમાં રાહતની વાત એ છે કે કેટલાક નેચરલ ડ્રિંક્સની મદદથી તમે લીવરની સફાઈ કરી શકો છો.
હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલાક એવા પેય પદાર્થો છે જે લીવરને ડિટોક્ષ કરવામાં અને સોજો ઉતારવામાં મદદ કરે છે. આ હેલ્ધી ડ્રીંક મેટાબોલિઝમ સુધારવામાં પણ મદદ કરે છે. આ નેચરલ ડ્રિંક એન્ટી ઈન્ફેમેટરી ગુણ, એન્ટિ ઓક્સિડન્ટ ગુણ અને હાઇડ્રેશનથી ભરપૂર હોય છે.

ચિયા સીડ અને કાકડી
કાકડી અને ચીયા સીડનું ડ્રિંક શરીરને હાઇડ્રેટ કરે છે. ચિયા સીડ્સ ફાઇબર અને મેગ્નેશિયમ માટે તેમાં લીંબુ વિટામિન સી માટે ઉમેરવામાં આવે છે આ બધા જ તત્વ સાથે મળીને લીવરની કન્ડિશનને સુધારે છે.
દાડમ અને આદુનો રસ
દાડમમાં પોલિફિનોલ્સ હોય છે જે ફેટ મેટાબોલિઝમની સ્થિતિ સુધારે છે. આદુમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ લીવરનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. દાડમ અને આદુનો રસ ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
તરબૂચ અને આદુનો રસ
તરબૂચ શરીરને હાઈડ્રેટ કરે છે અને તેમાં એવા તત્વો હોય છે જે લીવરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. આદુનો રસ લીવરમાં રહેલો સોજો ઓછો કરવામાં મદદ કરે છે.

મધવાળી ગ્રીન ટી
ગ્રીન ટીમાં એવા તત્વ હોય છે જે ફેટી લીવરને ઓછું કરવામાં મદદ કરે છે ગ્રીન ટીમાં મધ ઉમેરીને પીવાથી તે એક હેલ્ધી સ્વીટનર તરીકે કામ કરે છે.
બ્લેક ટી વીથ મિન્ટ
બ્લેક ટીમાં રહેલા તત્વ એન્ટિ ઓક્સિડન્ટ અને લિપિડને ઓછું કરવામાં અસરદાર હોય છે. તેમાં ફુદીનો ઉમેરવાથી તે લિવરને હેલ્ધી રાખે છે અને ટોક્સિનથી બચાવવામાં મદદ કરે છે.
