શરીરની સુંદરતા ફક્ત ચહેરાની ચમક પર નહીં પરંતુ અંદરથી મળતા પોષણ પર પણ આધાર રાખે છે. જ્યારે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ન મળે ત્યારે તેની સીધી અસર લોકોની સ્કિન અને પગ પર દેખાવા લાગે છે.
આજકાલની દોડધામ ભરેલી જીવનશૈલીમાં લોકોના ખાવાપીવાના પણ ઠેકાણા નથી હોતા. ઘણા લોકો રોજ બહારનું અનહેલ્ધી ભોજન ખાતા હોય છે તેનાથી ટેસ્ટ તો મળે છે પરંતુ શરીરને પોષણ મળતું નથી. જ્યારે શરીરને જરૂરી વિટામિન્સ મળે નહીં તો તેની અસર સ્કિન અને પગ પર દેખાવા લાગે છે.
જેમકે શરીર માટે વિટામિન ડી ખૂબ જ મહત્વનું હોય છે. લોકો વિટામિન ડી ની ખામીને ઈગ્નોર કરી દેતા હોય છે. જો શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામિન ડી ન હોય તો તેના કારણે થાક અને દુખાવાનો અનુભવ થાય છે. ખાસ કરીને સ્કિન પર પણ તેની અસર દેખાય છે. આજે તમને જણાવીએ શરીરમાં વિટામિન ડીની ખામી હોય ત્યારે ત્વચા પર અને પગમાં કેવા લક્ષણો દેખાય છે.

વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે અને મસલ્સ ફંકશન અને ઈમ્યૂન સિસ્યમને હેલ્ધી રાખે છે. વિટામિન ડી શરીર માટે જરૂરી છે. વિટામિન ડી સૂર્યના તડકાથી પણ મળે છે. આજના સમયમાં લોકોમાં વિટામિન ડીની ભારે ખામી જોવા મળે છે. વિટામિન ડીની ખામીના કારણે નબળાઈ કે થાક રહેતો હોય તેને લોકો સામાન્ય ગણી ઈગ્નોર કરે છે. પરંતુ તેના લક્ષણો શરીરમાં ધીરે ધીરે ઘર કરી જાય છે. જો તમારી ત્વચા પણ ડ્રાય અને ડલ થઈ ગઈ હોય અને ચહેરા પર ગ્લો ન હોય તો વિટામિન ડીના લેવલ પર ધ્યાન આપો.
વિટામિન ડીની ખામીના લક્ષણો
વિટામિન ડીની ખામી હોય તો સૌથી પહેલા અસર હાડકા અને મસલ્સ પર પડે છે. તેના કારણે પગમાં દુખાવો, સ્નાયૂમાં જકડન અને દાદરા ચઢવામાં સમસ્યા થઈ શકે છે. ઘણીવાર પગમાં એવો દુખાવો થવા લાગે કે જાણે કોઈ ઈજા થઈ ગઈ હોય.
સ્કિન પર થતી અસર
વિટામિન ડીની ખામીની અસર સ્કિન પર પણ જોવા મળે છે. વિટામિન ડીની ઊણપ હોય તો સ્કિનમાં નેચરલ ચમક નથી દેખાતી. ચહેરા પર પિગ્મેંટેશન, ડલનેસ અને પેચીસ દેખાવા લાગે છે. ઘણીવાર એડી ફાટે છે અને ઘુંટણ આસપાસ પણ સ્કિન કાળી અને ડ્રાય દેખાય છે. જો લાંબા સમય સુધી વિટામિન ડી શરીરને ન મળે તો સ્કિનની ઈલાસ્ટિસિડી ઓછી થઈ જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
