કોળાના બીજ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી હાર્ટ, મગજ સહિતના અંગો હેલ્ધી રહે છે. આજે તમને કોળાના બીજને ડાયટમાં સામેલ કરવાની રીત વિશે જણાવીએ. આ રીતે કોળાના બીજ ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે.
આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં કામનું પ્રેશર, ખરાબ આહાર અને એક્સરસાઈઝના અભાવના કારણે લોકોને હાર્ટની બીમારી ઝડપથી થઈ જાય છે. જેમાં સૌથી મોટી સમસ્યા છે બેડ કોલેસ્ટ્રોલ વધી જવું. જરૂર કરતા વધારે કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જામી જાય તો બ્લડ ફ્લો અટકી જાય છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ સ્થિતિમાં દવા ખાવી તો જરૂરી છે જ પરંતુ તેની સાથે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ મદદરુપ સાબિત થઈ શકે છે. આ ઉપાયોમાંથી એક છે કોળાના બીજ.

એક રિસર્ચ અનુસાર કોળાના બી ફાઈબર અને હેલ્ધી ફેટ્સથી ભરપુર હોય છે. તેમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. આ બીજમાં જે પોષકતત્વો હોય છે તે શરીરમાં કોલેસ્ટ્રોલના અવશોષણને રોકે છે. જેના કારણે હાર્ટ પ્રોબ્લેમનું રીસ્ક ઘટી જાય છે.
કોળાના બીજ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથે બ્લડ પ્રેશરને પણ સંતુલિત કરે છે. તેમાં મેગ્નેશિયમ હોય છે જે બ્લડ વેઈન્સને આરામ આપે છે. આ બી માનસિક સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. તેમાં રહેલા એમીનો એસિડ શરીરમાં જઈ સેરોટોનિન બનાવે છે જે સ્ટ્રેસ ઘટાડે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેમાં ઝીંક હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે.

કોળાના બીજ ખાવાની સાચી અને ફાયદાકારક રીત
કોળાના બીજથી બધા જ પોષકતત્વો મેળવવા હોય તો તેને ધીમા તાપે શેકી લેવા અને સ્નેક્સ તરીકે ખાવા. આ સિવાય આ બીજને સલાડમાં, દહીં સાથે કે સ્મુધીમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે. જો નિયમિત કોળાના બીજ ખાવા હોય તો આખા દિવસમાં 20 થી 30 ગ્રામની માત્રામાં જ ખાવા જોઈએ. તેનાથી વધારે બીજ ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
