બ્લડ સુગરને નેચરલ રીતે કંટ્રોલ કરી શકાય છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો રસોડામાં પડેલા આ મસાલાનો ઉપયોગ કરી સુગર કંટ્રોલ કરી શકો છો.
આપણાં રસોડામાં રહેતા મસાલા માત્ર સ્વાદ જ વધારતા નથી, પરંતુ તે ઘણી બીમારીમાં રાહત આપે છે. રસોડામાં રહેલા ત્રણ મસાલા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ અસરકારક છે. બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આજે નાની ઉંમરમાં ઘણા લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યાં છે. તેવામાં આ સાયલન્ટ કિલર બીમારીને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે.
મેથી, તજ અને હળદર આ ત્રણ મસાલા બ્લડ સુગરના દર્દીઓ માટે અસરકારક હોય છે. તમે પણ સુગર કંટ્રોલ કરવા માટે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો.
રસોડામાં રાખેલાં આ મસાલા કરશે કમાલ

મેથી દાણા
મેથીના પીળા દાણા ખુબ ગુણકારી હોય છે. આયુર્વેદમાં મેથી દાણાના ખાસ ગુણ જણાવવામાં આવ્યા છે અને ઘણી ઔષધિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. મેથી દાણા બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે કાર્બોહાઇડ્રેટ એબ્ઝોર્વેશનને ધીમું કરે છે, જેનાથી બ્લડ સુગર ધીમે-ધીમે વધે છે.
મેથી દાણાને તમે ડેલી ડાયટમાં સામેલ કરી શકો છો. શાકમાં મેથી નાખવા સિવાય તમે રાત્રે મેથી પલાળી સવારે તે પાણી પીવો અને દાણા ચાવી જાવ.
તજ
મેથી દાણાની જેમ તજ પણ ઔષધીય ગુણોથી ભરેલ હોય છે. તજમાં એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે અને તે ઇંસુલિનની સંવેદનશીલતાને વધારે છે. તેનાથી શરીર સારી રીતે બ્લડ સુગરને કંટ્રોલ કરી શકે છે.
તજને તમે તમારા ડાયટમાં સામેલ કરો. તે માટે તમે એક ચપટી તજ પાઉડરને સવારે ગરમ પાણીમાં મિક્સ કરી પી શકો છો. આ સાથે તેને ઓટ્સ, દાળ કે શાકમાં નાખી સેવન કરી શકો છો.

હળદર
હળદર વગર આપણું શાક બનતું નથી. હળદર માત્ર રંગ બદલતી નતી, પરંતુ સુગર પણ કંટ્રોલ કરે છે. હળદરમાં કરક્યુમિન હોય છે, જે સોજા ઘટાડા છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડી હળદર નાખી પી શકો છો.
For more details… Contact 9322529232 / 9324483455
