મખાનાને આયુર્વેદમાં સુપરફૂડ કહેવામાં આવે છે. જો તમે તમારા ડેલી ડાયટમાં તેનો સામેલ કરો તો તમને ઘણા ફાયદા મળે છે. શરીરને ફિટ અને મજબૂત બનાવવા માટે તમારે મખાનાનું જરૂર સેવન કરવું જોઈએ.
શરીરને મજબૂત બનાવવા માટે લોકો સારા ડાયટથી લઈને જિમ કરવા સુધી વિવિધ ઉપાયો અજમાવતા રહે છે. પરંતુ શરીર બનાવવા માટે જેટલું મહત્વપૂર્ણ વર્કઆઉટ છે, તેનાથી વધુ જરૂરી ડાયટને જાળવી રાખવાનું છે. તેવામાં જો તમે તમારા શરીરને લોખંડની જેમ મજબૂત બનાવવાનો પ્લાન કરી રહ્યાં છો તો તમારે મખાનાનું સેવન કરવું જોઈએ. આ લેખમાં અમે તમને ડેલી ડાયટમાં મખાના સામેલ કરવાની પાંચ રીત જણાવીશું, જેને તમે ફોલો કરી શકો છો.
સાંજના નાસ્તામાં શેકેલા મખાના
મખાનાને સાંજના સમયે તમે શેકીને ખાઈ શકો છો. તેને તૈયાર કરવા માટે તમે એક કઢાઈને ગરમ કરો અને તેમાં ઘી નાખી શેકી લો. તેમાં તમે થોડું નમક અને કાળા મરી ઉમેરી શકો છો. તે સ્વાદમાં બેસ્ટ લાગે છે.

મખાના ખીર
મખાના ખીરને હેલ્ધી માનવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે ભરપૂર પોષણ આપે છે. તેને દૂધ, મધ અને મખાનાથી તૈયાર કરવામાં આવે છે. આ ખીર બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકે છે.
મખાનાની કરી
તમે શાકમાં પણ મખાના સામેલ કરી શકો છો. જો તમે કોઈ વસ્તુનું શાક બનાવી રહ્યાં છો તો તેમાં મખાના મિક્સ કરી શકો છો. ખાસ કરી બટાટા, વટાણા કે પાલક સાથે મિક્સ કરી મખાનાનું શાક તૈયાર કરી શકો છો. તે સ્વાદમાં ટેસ્ટી લાગે છે.
મખાના સ્મૂધી કે મખાના શેક
ઘર પર મખાના સ્મૂધી કે પછી મખાના શેક સરળતાથી તૈયાર કરી શકે છે. તે માટે તમે મિક્ચરમાં શેકેલા મખાના, કેળા, દૂધ અને મધ મિક્સ કરી સ્મૂધી તૈયાર કરી શકો છો. તમે તેનું સેવન જિમ કે વર્કઆઉટ કર્યા બાદ કરી શકો છો.

નાસ્તામાં મખાનાનું સેવન
મખાના તમે નાસ્તામાં સામેલ કરી શકો છો. તે માટે તમે મગફળી, ચણા, નાળિયેર અને મસાલા સાથે તૈયાર કરો.
