પ્રોટીન આપણા શરીર માટે જરૂરી પોષકતત્વોમાંથી એક છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન આહારના માધ્યમથી પ્રોટીન લેવું જરૂરી હોય છે. પ્રોટીન શરીર માટે શા માટે જરૂરી છે અને પ્રોટીન ઈનટેક વધારવાથી કેવા ફાયદા થાય છે ચાલો જાણીએ.
હેલ્ધી ફુડ હેબિટ્સની વાત આવે એટલે સૌથી પહેલી સલાહ હોય કે ભોજનમાં પ્રોટીન અને ફાઈબર વધારો. પ્રોટીનને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ બંનેએ એક દિવસમાં અમુક ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. કારણ કે પ્રોટીન શરીરના અંગોની રચના, કાર્ય અને રિપેરની ક્રિયા માટે સૌથી મહત્વનું પોષકતત્વ છે. પ્રોટીન સ્નાયૂ, ત્વચા, એન્જાઈમ અને હોર્મોન બનાવવામાં મદદ કરે છે. પ્રોટીન ઈનટેક વધારી દેવાથી શરીર અને મન બંને પર પોઝિટિવ અસર જોવા મળે છે. આ ફાયદા કયા ચાલો તે પણ જણાવીએ જેથી તમે તમારા આહારમાં આજથી જ પ્રોટીનનો સમાવેશ કરવા લાગો.
પ્રોટીન એટલે શું અને પ્રોટીન રોજ લેવું શા માટે જરૂરી ?

પ્રોટીન એવું પોષકતત્વ છે જે આપણા શરીરની દરેક કોશિકા માટે જરૂરી છે. પ્રોટીન 20 પ્રકારના એમીનો એસિડથી બનેલું હોય છે. પ્રોટીન શરીરમાં હોર્મોન, રોગ પ્રતિકારક શક્તિ, સ્નાયૂ, તંત્રિકા તંત્ર, સ્કિન એમ દરેકના કાર્યમાં જરૂરી હોય છે. આપણું શરીર જે રીતે ફેટ અને કાર્બ્સને સંગ્રહ કરે છે તે રીતે પ્રોટીન સંગ્રહ કરી શકતું નથી તેથી આહારના માધ્યમથી રોજ પ્રોટીન લેવું જરૂરી છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે મહિલાઓએ રોજ ઓછામાં ઓછું 46 ગ્રામ પ્રોટીન અને પુરુષોએ રોજ 56 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.
પ્રોટીનથી શરીરને થતા 5 ફાયદા
વજન વધતું અટકાવે
પ્રોટીનની માત્રા જાળવી રાખવાથી વજન વધતું અટકે છે. પ્રોટીનથી ભરપુર આહાર લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. જેના કારણે વારંવાર ખાવાની ક્રેવિંગ થતી નથી અને બિનજરૂરી કેલેરી વધતી નથી.
મેટાબોલિઝમ બુસ્ટ થાય
સ્લો મેટાબોલિઝમ અનેક રોગ અને સમસ્યાનું કારણ બને છે. જો આહારમાં પ્રોટીનની માત્રા વધારે હોય તો મેટાબોલિઝમ નેચરલી બુસ્ટ થાય છે અને શરીર કેલેરી ઝડપથી બાળે છે.
હાડકા મજબૂત રહે
હાડકા મજબૂત રહે તેમાટે ફક્ત કેલ્શિયમની જ નહીં પ્રોટીનની પણ જરૂર પડે છે. પ્રોટીન હોય તો જ શરીરમાં કેલ્શિયમનું અવશોષણ વધે અને હાડકા મજબૂત રહે. એટલે રોજ પ્રોટીન લેવું જરૂરી .

સ્કિન અને વાળ
પ્રોટીન લેવું વાળ અને સ્કિન માટે જરૂરી છે. પ્રોટીન આપણા શરીરમાં નેચરલી કેરાટિન અને કોલાજન વધારવામાં મદદ કરે છે. તેનાથી વાળ, સ્કિન અને નખ સ્વસ્થ, મજબૂત અને ચમકદાર બને છે. પ્રોટીન ઈનટેક વધારવાથી સ્કિન અને વાળની સુંદરતામાં નેચરલી વધારો થાય છે.
સ્નાયૂનો વિકાસ થાય
પ્રોટીન આપણા શરીરના સ્નાયૂના વિકાસ અને રિપેર માટે સૌથી મહત્વપૂર્ણ છે. પ્રોટીન મસલ્સને રિપેર કરે છે. શરીરમાંથી ફેટ ઓછું કરી મસલ્સ વધારવા માટે પ્રોટીન સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જે લોકો કસરત કરતાં હોય તેમણે નિયમિત પ્રોટીન લેવું જરૂરી છે.
પ્રોટીન રીચ ફુડ
પ્રોટીનનું મહત્વ અને ફાયદા જાણ્યા પછી જો તમારે પણ રોજના આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું હોય તો તેના માટે ડાયટમાં પનીર, દાળ, સોયાબીન, બદામ, અખરોટ, કઠોળ, દહીં સહિતની વસ્તુઓ સામેલ કરો. આ વસ્તુઓમાં પ્રોટીન સૌથી વધુ હોય છે. આ સિવાય ડોક્ટરની સલાહ લઈ પ્રોટીન સપ્લીમેન્ટ પણ લઈ શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
