ભારતમાં રમઝાન મહિનો શરુ થઈ ગયો છે. રમઝાન મહિનામાં રોઝા રાખવામાં આવે છે અને જ્યારે રોઝા તોડવાના હોય છે ત્યારે સૌથી પહેલા ખજૂર ખાવામાં આવે છે. ખજૂર ખાઈને રોઝા તોડવા પાછળનું કારણ શું છે ચાલો જાણીએ.
ભારતમાં 18 ફેબ્રુઆરી 2026 થી રમઝાન મહિનો શરુ થયો છે. મુસ્લિમ સમુદાય માટે આ મહિનો ખાસ હોય છે. રમઝાન મહિનામાં રોઝા રાખવાનું ખાસ મહત્વ હોય છે. રમઝાન દરમિયાન વહેલી સવારે સહેરી કરવામાં આવે છે અને પછી આખો દિવસ ઉપવાસ હોય છે ત્યારબાદ સાંજે રોઝા ખોલવામાં આવે છે. રોઝા ખોલવાની પણ ખાસ રીત હોય છે. રોઝા ખોલવા માટે સૌથી પહેલા ખજૂર ખાવામાં આવે છે. આખા દિવસના ઉપવાસ પછી ખજૂર ખાઈને ઉપવાસ તોડવા પાછળ હેલ્થ સંબંધિત કારણ રહેલું છે. ચાલો જાણીએ આ કારણ વિશે વિસ્તારપૂર્વક.
રોઝા કરવાનું કારણ
રોઝા કરવા એટલે સવારથી સાંજ ભુખ્યા રહેવું તેવું માનવામાં આવે છે પરંતુ રોઝા કરવા પાછળ સંયમ અને આત્મ નિયંત્રણની શક્તિ વધારવાનો હેતુ હોય છે. જ્યારે વ્યક્તિ ભોજન અને પાણી પોતાની મરજીથી લેવાનું બંધ કરે છે ત્યારે તેની અંદર આત્મવિશ્વાસ અને સેલ્ફ કંટ્રોલ વધે છે. રોઝા કરવાની પરંપરા મેન્ટલ ડિસીપ્લીન વધારે છે. આ સિવાય રમઝાન સમયે વાતાવરણમાં ફેરફાર થવાની શરુઆત થાય છે. આ સમયે રોઝા કરવાથી હેલ્થને પણ ફાયદો થાય છે. રમઝાનના રોઝા દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોઝા હોય છે અને પછી ખજૂર ખાઈને રોઝા તોડવામાં આવે છે.

રોઝા પછી ખજૂર ખાવો શા માટે જરૂરી ?
1. ખજૂર હેલ્થ માટે ફાયદાકારક હોય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોઝા દરમિયાન આખો દિવસ ખોરાક અને પાણી શરીરને મળતું નથી. તેવામાં શરીરને તુરંત એનર્જીની જરૂર હોય છે. આ એનર્જી ખજૂર ખાવાથી મળે છે. ખજૂરમાં નેચરલ શુગર સાથે ફાઈબર સહિતના પોષકતત્વો હોય છે જે શરીરને તુરંત શક્તિ આપે છે.
2. રોઝા દરમિયાન આખો દિવસ પેટ ખાલી હોય છે તેવામાં સૌથી પહેલા મસાલેદાર વસ્તુ ખાવાથી પાચન ખરાબ થઈ શકે છે તેથી પહેલા ખજૂર ખાવામાં આવે છે. ખજૂરમાં રહેલું ફાઈબર પાચન તંત્રને મજબૂત કરે છે.
3. ખજૂર ખાવાથી શરીર હાઈડ્રેટ પણ થાય છે. રોઝા દરમિયાન પાણી પણ પીવાતું નથી તેવામાં સૌથી પહેલા ખજૂર ખાવાથી શરીર હાઈડ્રેટ થઈ જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455