સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાનો ટ્રેંડ ઘણા લોકો ફોલો કરતા હોય છે. પરંતુ ખાલી પેટ મેથીનું પાણી પીવું દરેક વ્યક્તિ માટે લાભકારી નથી. મેથી દાણા શરીર માટે લાભકારી છે પરંતુ કેટલાક લોકોએ મેથીનું પાણી સવારે ખાલી પેટ ન પીવું જોઈએ.
મેથી દાણા પલાળેલું પાણી પીવાથી શરીરને લાભ થાય છે. મેથીનું પાણી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પેટની સમસ્યામાં પણ મેથીનું પાણી મદદ કરે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે મેથી લાભકારી નથી. મેથીની તાસીર ગરમ હોય છે. મેથીનું પાણી ઘણા લોકોને નુકસાન પણ કરી શકે છે. આજે તમને જણાવીએ કઈ કઈ સમસ્યા હોય તેમણે મેથીનું પાણી પીવાનું ટાળવું જોઈએ.
મેથી દાણાના પોષકતત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન, કાર્બ્સ, ફાઈબર, ગુડ ફેટ, કેલ્શિયમ, આયરન સહિતના પોષકતત્વો હોય છે. પોષકતત્વોથી ભરપુર હોવા છતા કેટલાક લોકોને મેથી નુકસાન કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોની પિત્ત પ્રકૃતિ હોય તેમણે મેથી પાણી પીવું નહીં. તેનાથી તકલીફ વધી શકે છે. આ સિવાય લિવર ડિસઓર્ડરમાં પણ મેથીનું સેવન ન કરવું. આ સ્થિતિમાં મેટાબોલિઝમ પણ પ્રભાવિત થઈ શકે છે.

ડિટોક્સીફિકેશન બરાબર રીતે ન થાય તો બ્લોટિંગ, એસિડિટી કે અન્ય પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. હેલ્થ પ્રોબ્લેમના કારણે લિવર સેલ્સ ડેમેજ થવા લાગે છે. આ સિવાય ઘણા લોકોને મેથીનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, પેટમાં ભારેપણું લાગી શકે છે. જો વધારે માત્રામાં મેથીનું પાણી પીવામાં આવે તો ઝાડા કે ઉલટી પણ થઈ શકે છે.
મેથીનું પાણી એવા લોકોએ પણ ન પીવું જેઓ લોહી પાતળુ કરવાની દવા ખાતા હોય. આ સિવાય જે લોકોને એલર્જી હોય તેમણે પણ મેથીનું પાણી પીવાનું ટાળવું. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થઈ જાય તો પણ આ સ્થિતિમાં શુગર કંટ્રોલ કરવા મેથીનું સેવન કરવું નહીં. બાળકો અને વૃદ્ધોનું શરીર સેંસિટિવ હોય છે તેમને પણ મેથીનું પાણી પીવડાવવું જોખમી સાબિત થઈ શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga