શાકભાજી પોષકતત્વોનો ભંડાર હોય છે, રોજ શાકભાજી ખવાતા પણ હોય છે પરંતુ તેમ છતાં શાકભાજીના બધા જ પોષકતત્વો શરીરને મળતાં નથી. આવું થવાનું કારણ હોય છે શાકભાજીને પકાવવાની રીત. શાકભાજીને ખોટી રીતે પકાવવામાં આવે તો તેના પોષકતત્વોનો નાશ થઈ જાય છે
શાકભાજીમાં રહેલા પોષક તત્વો શરીરને મળે તે માટે તેને વધારે પડતા તેલ કે મસાલામાં પકાવવાને બદલે તેને બાફીને ખાવાની સલાહ આપવામાં આવે છે. અલગ અલગ પોષક તત્વોથી ભરપૂર શાકભાજીને કેવી રીતે પકાવો છો તે પણ મહત્વનું હોય છે. શાકભાજીમાં રહેલા વિટામીન, મિનરલ્સ, ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને શરીરની પોષક તત્વની ખામી દૂર કરી શકે છે. પરંતુ આવું ત્યારે જ થાય જ્યારે કુકિંગ પ્રોસેસ દરમિયાન શાકભાજીમાં પોષક તત્વ બચે.

જો તમે ખોટી રીતે શાકભાજી પકાવો છો તો કુકિંગ પ્રોસેસ દરમિયાન જ તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે ત્યાર પછી શાકભાજી ખાવાથી પણ કોઈ ફાયદો થતો નથી એટલે કે તેના પોષક તત્વોનો પહેલાથી જ નાશ થઈ ગયો હોય છે. શાકભાજી પકાવવાની રીતમાં પણ લોકોને કન્ફ્યુઝન હોય છે જેમ કે શાકભાજી સ્ટીમ કરેલા ખાવા જોઈએ કે પછી તેને પાણીમાં ઉકાળીને. આ બે રીતમાંથી કઈ રીત ફાયદાકારક છે ચાલો જાણીએ.
શાકભાજીને સ્ટીમ કરવાના ફાયદા
સ્ટિમિંગ એટલે કે શાકભાજીને ડાયરેક્ટ પાણીમાં ઉકાળવામાં આવતા નથી. શાકભાજીને પાણીની વરાળમાં બાફવામાં આવે છે. પેક વાસણની અંદર શાકભાજી રાખી તેને સ્ટીમ વડે પકાવવામાં આવે છે. શાકભાજી સ્ટિમ કરવાની પ્રોસેસમાં તેમાં રહેલા વિટામીન સી, ફોલેટ અને વિટામીન બી કોમ્પ્લેક્સ સુરક્ષિત રહે છે. સ્ટીમિંગ પ્રોસેસ પાલક, ગાજર, બ્રોકલી જેવા શાક માટે બેસ્ટ છે. સ્ટીમ કરવાથી આવા શાકભાજીનો રંગ અને સ્વાદ ખરાબ થતા નથી. સ્ટીમ કરેલા શાકભાજી ખાવાથી શરીરને ફાયદો એટલા માટે પણ થાય છે કે તેનાથી શરીરને બધા પોષક તત્વ પણ મળે છે અને તેનું પાચન ઈઝી થઈ જાય છે. સ્ટીમ કરેલા શાકભાજી ખાવામાં પાચનતંત્રને વધારે મહેનત નથી કરવી પડતી.
શાકભાજી બાફતી વખતે થતી ભૂલ
શાકભાજીને પાણીમાં રાખી તેને ઉકાળીને પણ પકાવવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન શાકભાજીમાં રહેલા પોષક તત્વો પાણીમાં ભળી જાય છે. લોકો ભૂલ એ કરે છે કે શાકભાજી પકાવેલું પાણી ફેંકી દેતા હોય છે. જો તમે શાકભાજીને પાણીમાં પકાવો છો તો પછી તેનું પાણી ઉપયોગમાં લેવું

આ સિવાય શાકભાજીને વધારે સમય સુધી પાણીમાં ઉકાળવા નહીં. તેનાથી શાકભાજીના વિટામીનનો નાશ થઈ જાય છે. ઘણા લોકો પાણીમાં શાકભાજી બાફતી વખતે એક ભૂલ એવી પણ કરે છે કે શાકભાજીને ખુલ્લા વાસણમાં પકાવે છે. આમ કરવાથી શાકભાજી ના પોષક તત્વો વરાળ સાથે ઉડી જાય
શાકભાજી બાફતી વખતે આ ટિપ્સ ફોલો કરો
જો તમે શાકભાજીને બાફીને ઉપયોગમાં લેવા માંગો છો તો આ ટિપ્સને ધ્યાનમાં રાખો તેનાથી શાકભાજીના પોષક તત્વો શરીરને મળી શકે છે. શાકભાજીને વધારે મિનિટ સુધી પાણીમાં ઉકાળવા નહીં. શાકભાજી ઉકાળેલું પાણી ફેકવું નહીં તેનો ઉપયોગ સૂપ, દાળ કે શાકની ગ્રેવીમાં કરવો. શાકભાજી પાણીમાં ઉકાળો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી. સ્લો ફ્લેમ પર શાક પકાવશો તો તેના પોષક તત્વ સુરક્ષિત રહી શકે છે. જોકે બેસ્ટ તો એ રહે છે કે તમે શાકભાજીને સ્ટીમમાં બાફીને જ ઉપયોગમાં લો

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
