ભ્રામરી પ્રાણાયામ યોગનું સૌથી પાવરફુલ સાધન છે. આ પ્રાણાયામ વિશે એક્સપર્ટ પણ માને છે કે રોજ થોડી મિનિટ માટે આ પ્રાણાયામ કરવામાં આવે તો સ્ટ્રેસ દુર થઈ શકે છે અને તેનાથી મેન્ટલ પાવર પણ વધે છે.
સમસ્યા શારીરિક હોય કે માનસિક સમસ્યા દરેક પ્રકારની તકલીફનું સમાધાન યોગ દ્વારા મળી શકે છે. યોગ આપણી ધરોહર છે. હવે તો દુનિયાભરના લોકો યોગના પાવરને માનવા લાગી છે. સામાન્ય રીતે યોગમાં પ્રાણાયામની વાત થતી હોય છે. યોગના કેટલાક આસન અને પ્રાણાયામ ખૂબ પ્રચલિત છે. કારણ કે આ આસન લોકોને તુરંત લાભ કરે છે. આવું જ એક પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ.
ભ્રામરી પ્રાણાયામને એક્સપર્ટ પણ પાવરફુલ માને છે. કેટલાક લોકોનું તો કહેવું છે કે આ સૌથી પાવરફુલ પ્રાણાયામ છે જે મનને શાંત કરે છે, ચિંતા અને ક્રોધની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. આ પ્રાણાયામ એવા લોકો માટે વરદાન છે જે સ્ટ્રેસમાં રહેતા હોય અથવા વારંવાર ક્રોધ કરતાં હોય આ પ્રાણાયામ મનને શાંત કરવામાં તુરંત અસર કરે છે. ભ્રામરી પ્રાણાયામ જેને અંગ્રેજીમાં હમિંગ બી બ્રીધિંગ કહેવામાં આવે છે તે અત્યંત પ્રભાવી છે. આ આસન કરવાથી ઊંઘની સમસ્યા, બ્લડ પ્રેશર જેવી સમસ્યામાં પણ લાભ થાય છે.

આજના સમયમાં લોકોની જીવનશૈલી દોડધામ ભરેલી થઈ ગઈ છે. તેવામાં સ્ટ્રેસ દરેક વ્યક્તિનો સાથી બની જાય છે. ઓફિસનું કામ હોય કે ઘરની જવાબદારી સ્ટ્રેસ, ચિંતા, ક્રોધ આવી જ જાય છે. આ લાગણી આપણા શરીર અને સ્વાસ્થ્યની દુશ્મન છે. આ દુશ્મનને શરીરમાંથી બહાર કરવા માટે ભ્રામરી પ્રાણાયામનું હથિયાર ચલાવી શકો છો. ટ્રાય કરવી હોય તો અત્યારે જ ફક્ત 1 મિનિટ માટે ભ્રામરી પ્રાણાયામ કરી જુઓ. તમને 1 મિનિટમાં તેની અસરનો અનુભવ થશે.
ભ્રામરી પ્રાણાયામ એટલે શું
ભ્રામરી પ્રાણાયામમાં આંખ, કાન અને મોં બંધ કરી ગળામાંથી ભમરા જેવો અવાજ કરવાનો હોય છે. આ આસાન કરવામાં એકદમ સરળ છે પરંતુ તેની અસર આપણા મગજ અને નર્વ સિસ્ટમ પર તુરંત થાય છે. અને થોડીવાર કર્યા પછી તુરંત તમને રાહતનો અનુભવ થવા લાગે છે. ન્યૂરોસાયન્સમાં પણ ભ્રામરી પ્રાણાયામને સ્ટ્રેસ, એન્ઝાઈટી, ક્રોધને કંટ્રોલ કરનાર માનવામાં આવ્યું છે.
કેવી રીતે કરવું ભ્રામરી પ્રાણાયામ ?
સૌથી પહેલા જમીન પર મેટ પાથરી તેના પર પલાઠી વાળી આરામદાયક સ્થિતિમાં બેસો. કરોડરજ્જુ એકદમ સીધી રાખો અને પછી ધીરેધીરે આંખ બંધ કરો. ત્યારબાદ બંને હાથના અંગૂઠા વડે કાન બંધ કરો અને 4 આંગળીઓને આંખ પર રાખો. યાદ રાખો કે આંગળીથી આંખને દબાવવાની નથી. ફક્ત આંગળીને આંખ પર રાખો. ત્યારબાદ મોં બંધ કરી બંને નાક વડે એકસાથે શ્વાસ લેવો અને પછી ગળામાંથી ભ્રમર જેવો અવાજ કરતાં કરતાં શ્વાસ છોડવો. એકવાર કર્યા પછી આ પ્રક્રિયા ફરી વાર રીપીટ કરો. આ રીતે ભ્રામરી પ્રાણાયામ કરવાની શરુઆત કરો.
રોજ ભ્રામરી પ્રાણાયામ કરો તો શરીરમાં કેવા ફેરફાર જોવા મળે ?
1. એક્સપર્ટ અનુસાર રોજ ભ્રામરી પ્રાણાયામ કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધી શકે છે. આ આસન અભ્યાસ કરતા બાળકો માટે બેસ્ટ છે.
2. ભ્રામરી પ્રાણાયામ કરવાથી માથાના દુખાવા, સ્ટ્રેસ, ચિંતા, ક્રોધ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. નિયમિત ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરવાથી મન શાંત અને પોઝિટિવ રહે છે.

3. ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ રોજ કરવાથી મગજની નસો રિલેક્સ થાય છે. એક્સપર્ટ અનુસાર જે લોકો વધારે પડતા નકારાત્મક વિચારો કરતાં હોય તેમણે રોજ આ અભ્યાસ કરવો જોઈએ.
4. ભ્રામરી પ્રાણાયામ કરવાથી ધ્યાન સ્થિર કરવામાં મદદ મળે છે. સાથે જ ઊંઘની સમસ્યાઓ ઓછી થાય છે. રાત્રે થોડી મિનિટ આ યોગ કરવાથી ઊંઘ સારી આવે છે.
ભ્રામરી પ્રાણાયામ રોજ કરવાથી શરીરમાં તુરંત પોઝિટિવ ફેરફારનો અનુભવ થાય છે. પરંતુ જરૂરી છે કે તમને આ પ્રાણાયામ કરવાનું શરુ કરો તે પહેલા એક્સપર્ટ પાસેથી બધી જાણકારી મેળવી તેમના માર્ગદર્શનમાં ભ્રામરી પ્રાણાયામ કરવાનું શીખો અને પછી આ આસાન કરો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
